શોધખોળ કરો

ચેમ્પિયન ટ્રોફી બાદ ભારત ફરી બન્યું ચેમ્પિયન, વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટથી હરાવી જીત્યું ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગનું ટાઇટલ

રાયડુએ સચિન તેંડુલકર સાથે 67 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. તે પહેલાં સચિન 25 રન બનાવીને આઉટ થયો હતો

India wins International Masters League 2025: ઈન્ડિયા માસ્ટર્સ ટીમે વેસ્ટ ઈન્ડિઝ માસ્ટર્સને 6 વિકેટે હરાવીને ટ્રોફી જીતી હતી.  આ ફાઇનલ મેચમાં વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ બેટિંગ કરીને 148 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતે 17 બોલ બાકી રહેતા આ લક્ષ્ય સરળતાથી પ્રાપ્ત કરી લીધું હતું. ભારતની જીતનો સૌથી મોટો હીરો અંબાતી રાયડુ હતો, જેણે 50 બોલમાં 74 રનની મેચ વિજેતા ઇનિંગ રમી હતી.

આ છે ભારતના વિજયના હીરો

વેસ્ટ ઈન્ડિઝ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરી હતી. જેના માટે ઓપનર ડ્વેન સ્મિથે 45 રન ફટકાર્યા હતા પરંતુ બ્રાયન લારા અને વિલિયમ્સ પર્કિન્સ 6-6 રન બનાવીને આઉટ થઈ ગયા. શાહબાઝ નદીમે ઘાતક બોલિંગ કરી 4 ઓવરમાં ફક્ત 12 રન આપીને 2 વિકેટ લીધી હતી. લેન્ડલ સિમન્સે ચોક્કસપણે 57 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી પરંતુ નદીમ ઉપરાંત વિનય કુમારે પણ ભારત માટે સારી બોલિંગ કરી હતી. કુમારે મેચમાં કુલ ૩ વિકેટ લીધી હતી.

અંબાતી રાયડુ એક અલગ જ લયમાં જોવા મળ્યો હતો. રાયડુએ સચિન તેંડુલકર સાથે 67 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. તે પહેલાં સચિન 25 રન બનાવીને આઉટ થયો હતો.  ગુરકીરત સિંહ માન 14 રન બનાવીને આઉટ થયો હતો. રાયડુ એક છેડો સાચવીને બેટિંગ કરી રહ્યો હતો. 50 બોલમાં 74 રન ફટકાર્યા હતા. દરમિયાન તેણે 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.  છેલ્લી ઓવરોમાં સ્ટુઅર્ટ બિન્નીએ 9 બોલમાં 16 રનની ઇનિંગ રમી અને ભારતની જીતમાં મોટો ફાળો આપ્યો હતો.

માત્ર 7 દિવસ પહેલા ચેમ્પિયન્સ ટ્રોફી જીતી

ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યાને માત્ર એક અઠવાડિયું જ થયું છે. 7 દિવસમાં સચિન તેંડુલકરની કેપ્ટનશીપ હેઠળ ઇન્ડિયા માસ્ટર્સે ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગનું ટાઇટલ જીત્યું હતું. નોંધનીય છે કે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ભારતે 7 મેચ રમી હતી, જેમાંથી તેને ફક્ત એકમાં જ હારનો સામનો કરવો પડ્યો હતો.                                               

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 

Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી

Rain Alert:  અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર

બોયકોટની માંગ વચ્ચે 15 લાખમાં વેચાઈ રહી છે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ, 14 સપ્ટેમ્બરે જામશે જંગ

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દમણમાં પણ ગુજરાતીઓનો તોડ
Hun To Bolish: હું તો બોલીશ : હાઈવે પર હેરાનગતિ
Hun To Bolish: હું તો બોલીશ : ગુજરાતમાં ફિલ્મફેર
Surat Rain : સુરતના ઉમરપાડામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, વીરા નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ
Amreli Rain : અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ, રસ્તા પર સર્જાયા નદી જેવા દ્રશ્યો, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Rain Alert:  અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર
Rain Alert: અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર
બોયકોટની માંગ વચ્ચે 15 લાખમાં વેચાઈ રહી છે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ, 14 સપ્ટેમ્બરે જામશે જંગ
બોયકોટની માંગ વચ્ચે 15 લાખમાં વેચાઈ રહી છે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ, 14 સપ્ટેમ્બરે જામશે જંગ
અશોક ગેહલોત કરતા ઘણા આગળ નિકળ્યા સચિન પાયલટ ? આ સર્વેના આંકડાએ ચોંકાવ્યા 

શું ભાજપ અને RSS વચ્ચે ચાલી રહ્યો છે ઝઘડો? મોહન ભાગવતે કર્યો મોટો ખુલાસો

ઉમરપાડામાં બે કલાકમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર

Chota Udaipur Rain: હવામાનની આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ 

Embed widget