શોધખોળ કરો

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં બીજી વખત પહેલા દિવસે પડી 23 વિકેટ, IND vs SA મેચમાં વિશ્વ રેકોર્ડ તૂટતા બચ્યો

IND vs SA 1st Day Report: કેપ ટાઉન ટેસ્ટ રોમાંચક વળાંક પર પહોંચી છે. પ્રથમ દિવસ બંને ટીમો માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહ્યો હતો. આજે કુલ 23 વિકેટ પડી હતી. જોકે, પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં યજમાન દક્ષિણ આફ્રિકાનો સ્કોર 3 વિકેટે 62 રન છે.

IND vs SA 1st Day Report: કેપ ટાઉન ટેસ્ટ રોમાંચક વળાંક પર પહોંચી છે. પ્રથમ દિવસ બંને ટીમો માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહ્યો હતો. આજે કુલ 23 વિકેટ પડી હતી. જોકે, પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં યજમાન દક્ષિણ આફ્રિકાનો સ્કોર 3 વિકેટે 62 રન છે. હાલ ભારતીય ટીમ પ્રથમ દાવના આધારે 36 રનથી આગળ છે. દક્ષિણ આફ્રિકા તરફથી એઇડન માર્કરામ અને ડેવિડ બેડિંગહામ અણનમ પરત ફર્યા હતા. ભારત તરફથી મુકેશ કુમારે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. જ્યારે જસપ્રીત બુમરાહને 1 સફળતા મળી હતી.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચ એક દિવસમાં સૌથી વધુ વિકેટ પડવાના મામલે રેકોર્ડ નોંધાઈ ચૂક્યો છે. કેપટાઉનમાં રમાઈ રહેલી મેચના પ્રથમ દિવસના અંત સુધીમાં કુલ 23 વિકેટ પડી, ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઈતિહાસમાં આ છઠ્ઠી વખત છે જ્યારે ટેસ્ટ દરમિયાન એક દિવસમાં 23 કે તેથી વધુ વિકેટ પડી હોય. કેપટાઉનમાં એક જ દિવસમાં 23 વિકેટ પડવાની આ બીજી ઘટના છે, આ પહેલા 2011માં સાઉથ આફ્રિકા vs ઓસ્ટ્રેલિયા મેચ દરમિયાન એક જ દિવસમાં 23 વિકેટ પડી હતી.

ઈંગ્લેન્ડ વિ ઓસ્ટ્રેલિયા મેચ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં એક દિવસમાં સૌથી વધુ વિકેટ પડવાનો રેકોર્ડ ધરાવે છે. 1888માં લોર્ડ્સમાં રમાયેલી મેચના બીજા દિવસે કુલ 27 વિકેટ પડી હતી. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ બીજી વખત છે જ્યારે ટેસ્ટ મેચના પહેલા દિવસે 23 કે તેથી વધુ વિકેટ પડી હોય. અગાઉ 1902માં મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની મેચના પહેલા દિવસે 25 વિકેટ પડી હતી.

પ્રથમ દિવસે રેકોર્ડ 23 વિકેટ પડી...

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ દાવ માત્ર 55 રન ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી મોહમ્મદ સિરાજે સૌથી વધુ 6 વિકેટ લીધી હતી. આ સિવાય જસપ્રિત બુમરાહ અને મુકેશ કુમારને 2-2 સફળતા મળી છે. દક્ષિણ આફ્રિકાના 55 રનના જવાબમાં બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયા 153 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકા તરફથી કાગીસો રબાડા, લુંગી એનગિડી અને નાન્દ્રે બર્ગરે 3-3 વિકેટ લીધી હતી. જોકે, પ્રથમ દાવના આધારે ભારતીય ટીમને 53 રનની લીડ મળી હતી.

તે જ સમયે, ભારતીય ઇનિંગ્સ દરમિયાન એક વિચિત્ર નજારો જોવા મળ્યો હતો. વાસ્તવમાં ભારતીય ટીમના 6 બેટ્સમેન એકપણ રન બનાવ્યા વગર પેવેલિયન પરત ફર્યા હતા. 153 રનના સ્કોર પર ભારતને પાંચમો ઝટકો લાગ્યો હતો, પરંતુ આ પછી 6 બેટ્સમેન 1 પણ રન બનાવી શક્યા ન હતા. એટલે કે ભારતીય ટીમ 153 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જોકે, ત્યાં સુધીમાં ભારતીય ટીમે 98 રનની મજબૂત લીડ મેળવી લીધી હતી.

આ પહેલા દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી યજમાન ટીમ ભારતીય બોલરોની સામે માત્ર 55 રનમાં જ સમેટાઈ ગઈ હતી. જવાબમાં ભારતીય ટીમે 153 રન બનાવ્યા હતા. ભારતીય ટીમને પ્રથમ દાવના આધારે 98 રનની લીડ મળી હતી. આ પછી દક્ષિણ આફ્રિકાની બીજી ઇનિંગની શરૂઆત સારી રહી હતી. ઓપનર ડીન એલ્ગર અને એડન માર્કરામે પ્રથમ વિકેટ માટે 37 રન જોડ્યા હતા. પરંતુ આ પછી ટીમ ઈન્ડિયાના બોલરોએ શાનદાર વાપસી કરી હતી. આથી દિવસની રમતના અંતે ભારતીય ટીમનો સ્કોર 3 વિકેટે 62 રન છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
Embed widget