શોધખોળ કરો

અફઘાનિસ્તાન સામે જીતવા છતાં ટીમ ઈન્ડિયાને કેમ નહીં થાય WTC માં કોઈ ફાયદો? જાણો મોટું કારણ

India vs Afghanistan Test: મુલ્લાનપુર ટેસ્ટમાં શાનદાર બેટિંગ છતાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત છઠ્ઠા ક્રમે જ રહેશે; જાણો આ પાછળનું આશ્ચર્યજનક કારણ કેમ કે આ જીતથી ખાતામાં એકપણ પોઈન્ટ નહીં ઉમેરાય.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારત અફઘાનિસ્તાન ટેસ્ટમાં મજબૂત, ગિલ-રાહુલની સદી.
  • આ જીત છતાં WTC માં ભારતને ફાયદો નહીં થાય.
  • અફઘાનિસ્તાન WTC નો ભાગ નથી; શ્રેણીમાં એક ટેસ્ટ.
  • ભારત WTC માં છઠ્ઠા ક્રમે; ફાઇનલ પહોંચવું મુશ્કેલ.

India vs Afghanistan Test 2026: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 6 જૂનથી મુલ્લાનપુરમાં શરૂ થયેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં છે, પરંતુ ક્રિકેટ ચાહકો માટે નિરાશાની વાત એ છે કે આ મેચ જીતવા છતાં ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના પોઈન્ટ ટેબલમાં કોઈ જ ફાયદો થવાનો નથી. ભારતીય ટીમે ભલે 564 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હોય, છતાં WTC ના પોઈન્ટ ટેબલમાં ભારતનું સ્થાન સુધરશે નહીં. હાલમાં ટીમ ઈન્ડિયા WTC રેન્કિંગમાં છઠ્ઠા ક્રમે સંઘર્ષ કરી રહી છે અને ફાઇનલમાં પહોંચવાનો તેનો રસ્તો ઘણો મુશ્કેલ દેખાઈ રહ્યો છે.

મુલ્લાનપુર ટેસ્ટમાં ભારતનું શાનદાર પ્રદર્શન

મેચની વાત કરીએ તો, ભારતીય બેટ્સમેનોએ અફઘાનિસ્તાનના બોલરોને બરાબરના હંફાવ્યા છે. કેએલ રાહુલ અને શુભમન ગિલે શાનદાર સદી ફટકારી છે, જેના જોરે ભારતે પોતાનો પહેલો દાવ 564 રને ડિકલેર કર્યો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીત લગભગ નિશ્ચિત મનાઈ રહી છે, પણ આ જીત WTC ના પોઈન્ટ ટેબલના ગણિતમાં કોઈ જ કામની નથી.

જીતવા છતાં કેમ નહીં થાય કોઈ ફાયદો?

જો ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન સામે બહુ મોટા માર્જિનથી જીત મેળવે તો પણ તેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કોઈ જ પોઈન્ટ નહીં મળે. આ પાછળનું સૌથી મોટું કારણ એ છે કે અફઘાનિસ્તાનની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો હિસ્સો જ નથી. WTC માં કુલ 9 ટીમો રમે છે, જેમાં અફઘાનિસ્તાનનો સમાવેશ થતો નથી. આ ઉપરાંત, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના નિયમ મુજબ કોઈપણ સિરીઝમાં ઓછામાં ઓછી 2 ટેસ્ટ મેચ હોવી જરૂરી છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ફક્ત 1 જ ટેસ્ટ મેચ રમાઈ રહી હોવાથી આ સીરીઝ WTC સાયકલમાં ગણાશે જ નહીં.

આ પણ વાંચોઃ 15 વર્ષના વૈભવની પસંદગી પર અજિત અગરકરનો મોટો ખુલાસો, જણાવ્યું ટીમમાં કેમ લીધો?

WTC પોઈન્ટ ટેબલમાં ભારતની હાલત ખરાબ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં તમામ ટીમોને તેમની જીતની ટકાવારી (વિનિંગ પર્સન્ટેજ) ના આધારે રેન્કિંગ આપવામાં આવે છે. અત્યાર સુધી રમાયેલી 9 મેચમાંથી ભારતે માત્ર 4 માં જ જીત મેળવી છે. આ સાથે ભારતની જીતની ટકાવારી 48.15 છે અને તે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે.

WTC 2025-27 ના આ ચક્રમાં ટીમ ઈન્ડિયાએ પોતાની લગભગ અડધી મેચો રમી લીધી છે, તેથી અહીંથી ફાઇનલમાં પહોંચવું ઘણું અઘરું છે. હાલના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ઓસ્ટ્રેલિયા પહેલા ક્રમે છે, ન્યુઝીલેન્ડ બીજા ક્રમે છે અને દક્ષિણ આફ્રિકાની ટીમ ત્રીજા સ્થાને છે.

આ પણ વાંચોઃ સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?

Frequently Asked Questions

ભારત અફઘાનિસ્તાન સામે ટેસ્ટ જીતવા છતાં WTC પોઈન્ટ કેમ નહીં મેળવે?

અફઘાનિસ્તાન WTC નો હિસ્સો નથી અને WTC નિયમ મુજબ સિરીઝમાં ઓછામાં ઓછી 2 ટેસ્ટ મેચ હોવી જરૂરી છે. આ મેચ માત્ર 1 જ હોવાથી ભારતને પોઈન્ટ નહીં મળે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતનું હાલનું સ્થાન કયું છે?

ટીમ ઈન્ડિયા WTC રેન્કિંગમાં છઠ્ઠા ક્રમે સંઘર્ષ કરી રહી છે. અત્યાર સુધી રમાયેલી 9 મેચમાંથી ભારતે માત્ર 4 માં જ જીત મેળવી છે, તેની જીતની ટકાવારી 48.15 છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કુલ કેટલી ટીમો ભાગ લે છે?

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કુલ 9 ટીમો રમે છે. અફઘાનિસ્તાનની ટીમ આ 9 ટીમોનો હિસ્સો નથી, તેથી તેની સામેની મેચના પોઈન્ટ ગણાતા નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
Advertisement

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
ગુજરાતમાં TET-1 પાસ ઉમેદવારોને મોટી રાહત, વિદ્યાસહાયક ભરતી અંગે સરકારનો મોટો નિર્ણય
ગુજરાતમાં TET-1 પાસ ઉમેદવારોને મોટી રાહત, વિદ્યાસહાયક ભરતી અંગે સરકારનો મોટો નિર્ણય
Embed widget