શોધખોળ કરો
Advertisement
તેંડુલકરની ડેબ્યૂ ટેસ્ટ સીરિઝ બાદ ટીમ ઈન્ડિયાએ નોંધાવ્યો આ શરમજનક રેકોર્ડ, જાણો વિગત
પ્રથમ ઈનિંગમા ભારતના ચાર બેટ્સમેનો પ્રથમ વખત રન આઉટ થયા હતા.
સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે ભારત પ્રથમ ઈનિંગમાં 244 રન બનાવી ઓલઆઉટ થયું હતું. જેના કારણે ઓસ્ટ્રેલિયાને 94 રનની લીડ મળી હતી. આ ઈનિંગમાં ભારતના ત્રણ બેટ્સમેનો રન આઉટ થયા હતા. પુજારાએ લડાયક 50 રન બનાવ્યા હતા. પુજારાએ તેના ટેસ્ટ કરિયરની સૌથી ધીમી ફિફ્ટી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી કમિંસે 4 વિકેટ લીધી હતી.
ભારતનો ધબડકો
ટીમ ઈન્ડિયાનો સ્કોર એક સમયે 4 વિકેટના નુકસાન પર 195 રન હતો ત્યાંથી 244 રનમાં જ ઓલઆઉટ થઈ હતી. ભારતે અંતિમ 6 વિકેટ 49 રનમાં જ ગુમાવી હતી. જાડેજાની રન લેવાની ઉતાવળ ભારતને ભારે પડી હોય તેમ લાગતું હતું. વિહારી, અશ્વિન અને બુમરાહ ત્રણેય રન આઉટ થયા ત્યારે સામાપક્ષે જાડેજા હતો. જેને લઈ તે સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થયો હતો.
આ બન્યા શરમજનક રેકોર્ડ
- ટેસ્ટ સીરિઝમાં ભારતના ચાર કે તેથી વધુ બેટ્સમેનો રન આઉટ થયા હોય તેવી ઘટના 1989-90માં સચિન તેંડુલકરની ડેબ્યૂ ટેસ્ટ સીરિઝ બાદ પ્રથમ વખત બની હતી. તે સીરિઝમાં માંજરેકર, અઝહરુદ્દીન, સિદ્ધુ, પ્રભાકર અને તેંડુલકર રન આઉટ થયા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયા સામે રમાઇ રહેલી ચાલુ સીરિઝમાં કોહલી, રહાણે, વિહારી, અશ્વિન અને બુમરાહ રન આઉટ થઈ ચુક્યા છે. જેમાંથી ત્રણ ખેલાડી વિહારી, અશ્વિન અને બુમરાહ આજની મેચમાં રન આઉટ થયા હતા.
- પ્રથમ ઈનિંગમા ભારતના ચાર બેટ્સમેનો પ્રથમ વખત રન આઉટ થયા.
-ટેસ્ટ ક્રિકેટમાં સાતમી વખત ત્રણ કે તેથી વધારે વાર ભારતીય બેટ્સમેનો રન આઉટ થયા. છેલ્લે 2008-09માં મોહાલીમાં બીજી ઈનિંગમાં સેહવાગ, લક્ષ્મણ અને યુવરાજ રન આઉટ થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement