શોધખોળ કરો
IND Vs AUS: કોવિડ-19ના મામલા વધતા ટેસ્ટ મેચ પર ઉભો થયો ખતરો, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહી આ મોટી વાત
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની વચગાળાના મુખ્ય કાર્યકારી અધિકારી નિક હોકલે કહ્યું, અમે મેડિકલ એક્સપર્ટના સંપર્કમાં છીએ.
![IND Vs AUS: કોવિડ-19ના મામલા વધતા ટેસ્ટ મેચ પર ઉભો થયો ખતરો, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહી આ મોટી વાત India vs Australia: cricket Australia statement after covid 19 cases increase in Sydney IND Vs AUS: કોવિડ-19ના મામલા વધતા ટેસ્ટ મેચ પર ઉભો થયો ખતરો, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહી આ મોટી વાત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/19144638/sydney.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સિડનીઃ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં કોરોના વાયરસના નવા મામલા આવતાં બોર્ડર-ગાવસ્કર સીરિઝની ત્રીજી ટેસ્ટને લઈ સૌની ચિંતા વધી ગઈ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ હજુ સુધી સિડની ટેસ્ટ પર કોઇ ખતકો નહીં હોવાનો ભરોસો અપાવ્યો છે. સિડનીમાં શુક્રવારે કોરોના સંક્રમણના નવા 28 મામલા સામે આવ્યા હતા અને ત્રીજી ટેસ્ટ 7 જાન્યુઆરીથી અહીં રમાવાની છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની વચગાળાના મુખ્ય કાર્યકારી અધિકારી નિક હોકલે કહ્યું, અમે મેડિકલ એક્સપર્ટના સંપર્કમાં છીએ. અમે ખેલાડીઓને પૂરા સત્ર દરમિયાન બાયો બબલમાં રાખ્યા છે. અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ, પરંતુ ગભરાવાની કોઈ જરૂર નથી.
સિડની ટેસ્ટને લઇ કોઇ અનિશ્ચતતા છે ? તેવો પ્રશ્ન પૂછવામાં આવતાં તેના જવાબમાં કહ્યું, મને નથી લાગતું. તેથી તો અમે બાયો બબલ બનાવ્યું છે. મહિલા બિગ બેશ લીગ, બિગ બેશ લીગ, બીસીસીઆઈ અને ઓસ્ટ્રેલિયન ટીમે તમામ પ્રોટોકોલનું ચુસ્ત પાલન કર્યુ છે.
સિડનીમા નવા મામલાને જોતા ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર અને ફોક્સ ક્રિકેટરના કમેંટેટર બ્રેટ લીએ ઉત્તર સિડની સ્થિત પોતાના ઘરે પરત ફરવાનો ફેંસલો કર્યો હતો. ટેલીકાસ્ટ ટીમના સિડનીમાં રહેતા બે સભ્યો ઘરે પરત ફર્યા છે.
બાઈડેનની ટીમમાં આ પટેલની સહાયક પ્રેસ સચિવ તરીકે થઈ પસંદગી, જાણો કોણ છે
World Coronavirus Update: વિશ્વમાં સતત ત્રીજા દિવસે સાત લાખથી વધુ કેસ નોંધાયા, જુઓ ટોપ-5 દેશોનું લિસ્ટ
ગુજરાતમાં હજુ પડેશ ગાત્રો થીજાવતી ઠંડી, નલિયામાં 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
દુનિયા
ક્રિકેટ
ટેકનોલોજી
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)