શોધખોળ કરો
Advertisement
સ્ટીવ સ્મિથે રવિન્દ્ર જાડેજાને ઉશ્કેરવા કર્યું સ્લેજિંગ તો બાપુએ શું આપ્યો જવાબ, જાણો વિગત
જાડેજાએ તલવારબાજી કરતો હોય તેવી સ્ટાઇલમાં સેલિબ્રેશન કર્યુ હતું.
મેલબર્નઃ ઓસ્ટ્રેલિયા સામે રમાઇ રહેલી બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં 326 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. ભારતે યજમાન ટીમ પર 131 રનની મહત્વપૂર્ણ લીડ લીધી હતી. ભારત તરફથી કેપ્ટન રહાણેએ 112 રન, જાડેજાએ 57 રન બનાવ્યા હતા. જાડેજાએ ટેસ્ટ કરિયરની 15મી ફિફ્ટી ફટકારી હતી.
જાડેજાએ તલવારબાજી કરતો હોય તેવી સ્ટાઇલમાં સેલિબ્રેશન કર્યુ હતું. પરંતુ જાડેજા ફિફ્ટી નજીક પહોંચ્યો ત્યારે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથે સ્લેજિંગ કર્યુ હતુ. સ્મિથે કહ્યું, આ વખતે છરી કાઢજે તલવાર નહીં. જે બાદ લાયને પણ કહ્યું કે, શું તને ક્યારેય તારી જાતે માથામાં બોલ વાગ્યો છે.
બાપુએ ફિફ્ટી પૂરી કરીને પોતાના આગવા અંદાજમાં તલવારબાજી કરીને જવાબ આપ્યો હતો. જોકે આ પછી જાડેજા લાંબુ ટકી શક્યો નહોતો અને 57 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો.
131 રનના દેવા સાથે મેદાનમાં ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે 6 વિકેટના નુકસાન પર 127 રન બનાવી લીધા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement