શોધખોળ કરો
Advertisement
આવતીકાલથી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે T-20 શ્રેણી, જાણો કેટલા વાગે કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ
વન ડે સીરિઝમાં રમાયેલી ત્રણેય મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનારી ટીમનો વિજય થયો છે. તેથી ટી-20 સીરિઝમાં પણ જે પણ ટીમ ટોસ જીતશે તે પ્રથમ બેટિંગ કરશે તેમ માનવામાં આ રહ્યું છે.
કેનબરાઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલથી ત્રણ મેચની ટી-20 સીરિઝનો આરંભ થશે. પ્રથમ ટી-20 કેનબરાના મનુકા ઓવલમાં રમાશે. ત્રણ મેચની વન ડે સીરિઝમાં ભારતનો 2-1થી પરાજય થયો હતો. પ્રથમ બે વન ડેમાં ભારતની હાર થયા બાદ અંતિમ વન ડે જીતવા ભારત પર દબાણ હતું અને 13 રનથી મેચ જીતીને આબરૂ બચાવી હતી. વન ડે સીરિઝ બાદ આવતીકાલથી બંને ટીમો વચ્ચે ટી-20ની ટક્કર જામશે.
વન ડે સીરિઝમાં રમાયેલી ત્રણેય મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનારી ટીમનો વિજય થયો છે. તેથી ટી-20 સીરિઝમાં પણ જે પણ ટીમ ટોસ જીતશે તે પ્રથમ બેટિંગ કરશે તેમ માનવામાં આ રહ્યું છે. સતત પાંચમા વર્ષે બંને ટીમો ટી-20 સીરિઝમાં એકબીજા સામે ટકરાશે. છેલ્લે ટી-20 શ્રેણીમાં બંને ટીમોની ટક્કર થઈ હતી ત્યારે સીરિઝ 1-1થી ડ્રો રહી હતી.
કેટલા વાગે શરૂ થશે મેચ
પ્રથમ ટી-20 4 ડિસેમ્બરે કેનબરામાં રમાશે. બીજી અને ત્રીજી ટી-20 અનુક્રમે 6 અને 8 ડિસેમ્બરે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 1.40 કલાકે મેચ શરૂ થશે.
કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ
ભારત અને ઓસ્ટ્રેલિયા ટી-20 સીરિઝનું લાઇવ ટેલિકાસ્ટ Sony Ten 1, Sony Six અને Sony Ten 3 પરથી થશે. લાઇવ સ્ટ્રીમિંગ Jio TV અને Airtel TV એપ પરથી નીહાળી શકાશે.
ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમઃ
વિરાટ કોહલી, શિખર ધવન, મયંક અગ્રવાલ, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, યુઝવેંદ્ર તહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, દીપક ચાહર, ટી નટરાજન
Covid-19 Vaccine: કોરોના સામે રક્ષણ મેળવવા રસીના એક ડોઝ માટે કેટલી રકમ ચૂકવવી પડશે ? જાણો વિગતે
જો તમારી પાસે પણ છે 10 રૂપિયાની આવી જૂની નોટ તો કમાઈ શકો છો તગડી રકમ
વડોદરાના દેણા ગામના ખેતરમાંથી ધો.10માં ભણતા વિદ્યાર્થીનો મળ્યો મૃતદેહ, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
આરોગ્ય
Advertisement