Video: ઓસ્ટ્રેલિયાએ કેચ નહી પણ મેચ છોડી, ટીમ ઇન્ડિયા સામે આ રહ્યો સૌથી મોટો ટનિંગ પોઇન્ટ
India vs Australia World Cup 2023: ચેન્નઈમાં વર્લ્ડ કપ 2023ની પાંચમી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું.
India vs Australia World Cup 2023: ચેન્નઈમાં વર્લ્ડ કપ 2023ની પાંચમી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું. ટીમ ઈન્ડિયાની જીતમાં કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. કોહલીએ 85 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે રાહુલે અણનમ 97 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયાના ખેલાડી મિશેલ માર્શે કોહલીનો એક કેચ છોડ્યો હતો. આ મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. ઓસ્ટ્રેલિયાની હારમાં આ કેચ મહત્વનો સાબિત થયો હતો.
View this post on Instagram
વાસ્તવમા ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ભારતે માત્ર 2 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર રોહિત શર્મા, ઈશાન કિશન અને શ્રેયસ અય્યર શૂન્ય પર આઉટ થયા હતા. આ પછી કોહલી અને રાહુલ બેટિંગ કરવા આવ્યા હતા. કોહલીએ 8મી ઓવરના ત્રીજા બોલ પર શોટ રમ્યો હતો. બોલ હવામાં ઉછળ્યો. આ જોઈને મિડ-વિકેટ પર ઊભેલો માર્શ બોલ તરફ દોડ્યો અને તેને પકડવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે નિષ્ફળ ગયો અને કેચ છૂટી ગયો હતો.
કોહલીનો કેચ ન કરવો ઓસ્ટ્રેલિયા માટે મોંઘો સાબિત થયો હતો. કોહલીનો જ્યારે કેચ છૂટ્યો ત્યારે ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 વિકેટના નુકસાન સાથે 20 રન હતો. જો કોહલી આઉટ થયો હોત તો ઓસ્ટ્રેલિયન ટીમ ભારત પર સંપૂર્ણપણે દબાણ બનાવી શકી હોત. કેચ છૂટી ગયા બાદ કોહલીએ રમતને આગળ વધારી અને કેએલ રાહુલ સાથે શાનદાર ભાગીદારી કરી હતી. કોહલીએ 116 બોલનો સામનો કરીને 85 રન કર્યા હતા. તેણે 6 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે રાહુલે અણનમ 97 રન કર્યા હતા. 115 બોલનો સામનો કરીને તેણે 8 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ 199 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. જવાબમાં ભારતે 4 વિકેટ ગુમાવીને 41.2 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની પાંચમી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું છે. વિરાટ કોહલી અને કેએલ રાહુલ ભારતની જીતના હીરો રહ્યા હતા. 200 રનનો બચાવ કરતી વખતે ઓસ્ટ્રેલિયાએ માત્ર બે રનમાં ભારતની ત્રણ વિકેટ પાડી દીધી હતી. ત્યારપછી એવું લાગતું હતું કે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયન બોલરો સામે શરણાગતિ સ્વીકારશે, પરંતુ કોહલી અને રાહુલે પોતાની શાનદાર બેટિંગથી મેચને પલટી દીધી.
કોહલીએ 116 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 85 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે કેએલ રાહુલ 97 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. રાહુલે 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તેની સાથે હાર્દિક પંડ્યા 11 રન બનાવીને અણનમ રહ્યો હતો