India vs Australia WTC Final Scenario: અમદાવાદ ટેસ્ટ ડ્રો થઇ તો ટીમ ઇન્ડિયાનું શું થશે? જાણો WTC ફાઇનલનું સંપૂર્ણ ગણિત
ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ અમદાવાદમાં રમાઈ રહી છે
India vs Australia WTC Final Scenario: ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ અમદાવાદમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચમાં આજે (11 માર્ચ) ત્રીજા દિવસની રમત થઈ હતી અને અત્યારે ભારતની પ્રથમ ઇનિંગ ચાલી રહી છે. હવે મેચમાં બે દિવસ બાકી છે અને વધુ બે ઇનિંગ્સ રમવાની છે.
Tea on Day 3 of the 4th Test@ShubmanGill (103*) and Pujara (42) stitch a fine 113 run partnership in the second session on Day 3.
— BCCI (@BCCI) March 11, 2023
Scorecard - https://t.co/8DPghkwsO6 #INDvAUS @mastercardindia pic.twitter.com/bsTIEWfVRz
આવી સ્થિતિમાં અમદાવાદ ટેસ્ટ મેચ ડ્રો થવાની પૂરી સંભાવના છે. અમદાવાદની આ ટેસ્ટ મેચ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ભારતીય ટીમ આ મેચ જીતશે તો તે WTCની ફાઇનલમાં પ્રવેશ કરશે.
WTC ફાઇનલ 7 જૂનથી લંડનમાં યોજાશે
WTC ફાઇનલ આ વર્ષે 7 જૂનથી લંડનના ઓવલ મેદાનમાં રમાશે. જો કે, પોઈન્ટ ટેબલમાં ટોચ પર હોવાથી ઓસ્ટ્રેલિયન ટીમ WTCની ફાઇનલમાં પોતાનું સ્થાન પહેલાથી જ નિશ્ચિત કરી ચૂકી છે. હવે બીજા ફાઇનલિસ્ટની રાહ જોવાઇ રહી છે. બીજા ફાઇનલિસ્ટના દાવેદારીમાં ભારતીય ટીમ ઉપરાંત શ્રીલંકા પણ છે.
ફાઈનલ માટે ભારત-શ્રીલંકા જંગ
બે વર્ષની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આ બીજી સિઝન છે. હવે આ ચેમ્પિયનશિપમાં માત્ર 4 મેચ બાકી છે. આમાં, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝની મેચથી કોઈ ફરક પડતો નથી, કારણ કે બંને ટીમો રેસમાંથી બહાર છે. અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જો અમદાવાદ ટેસ્ટ ડ્રો થશે અથવા ભારતીય ટીમ તેમાં હારશે તો સમગ્ર મામલો શ્રીલંકા-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ શ્રેણી પર નિર્ભર રહેશે.
તેવી સ્થિતિમાં શ્રીલંકાને ડબ્લ્યુટીસીની ફાઇનલમાં પહોંચવા માટે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી 2-0થી ક્લીન સ્વીપ સાથે જીતવી પડશે. આ શ્રેણી ન્યૂઝીલેન્ડમાં રમાઈ રહી છે. જો આ શ્રેણીની એક પણ મેચ ડ્રો થાય છે અથવા શ્રીલંકા હારી જાય છે, તો તે સ્થિતિમાં ભારતીય ટીમ અમદાવાદ ટેસ્ટ હાર્યા બાદ પણ WTCની ફાઇનલમાં પહોંચી જશે.
અમદાવાદ ટેસ્ટ ડ્રો કે ભારતની હાર પર WTCનું અંતિમ સમીકરણ
જો શ્રીલંકા બે ટેસ્ટ મેચની સીરીઝમાં ન્યૂઝીલેન્ડને ક્લીન સ્વીપ કરશે તો તે ડબલ્યુટીસી ફાઇનલમાં જગ્યા બનાવી લેશે.
જો શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બે ટેસ્ટ મેચની સીરીઝની એક મેચ પણ ડ્રો થાય છે તો ટીમ ઈન્ડિયા ડબલ્યુટીસી ફાઇનલમાં પ્રવેશ કરશે.
જો શ્રીલંકા ન્યૂઝીલેન્ડ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાં એક પણ મેચ હારી જશે તો ટીમ ઈન્ડિયા WTC ફાઇનલમાં જગ્યા બનાવી લેશે.
બોર્ડર-ગવાસ્કર શ્રેણીમાં ભારત 2-1થી આગળ છે
બોર્ડર-ગવાસ્કર ટ્રોફી હેઠળ ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. પ્રથમ ત્રણ મેચ થઈ છે જેમાં ભારતીય ટીમે બે મેચ જીતીને શ્રેણીમાં 2-1ની લીડ જાળવી રાખી છે. હવે બંને ટીમો વચ્ચે શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચ 9 માર્ચથી અમદાવાદમાં રમાઈ રહી છે.