શોધખોળ કરો
Advertisement
વર્લ્ડ ક્રિકેટમાં કેપ્ટન કોહલીનો વાગ્યો ડંકો, એલન બોર્ડરની કરી બરાબરી
ટેસ્ટ ક્રિકેટમાં કોહલી સૌથી વધારે જીત મેળવનારા કેપ્ટનોની યાદીમાં પાંચમા નંબર પર આવી ગયો છે. આ મામલે કોહલીએ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એલન બોર્ડરની બરાબરી કરી લીધી છે.
ઈન્દોરઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે બીજી ઈનિંગમાં બાંગ્લાદેશની ટીમ 213 રનમાં ઓલઆઉટ થઈ જતાં ભારતનો એક ઈનિંગ અને 130 રનથી વિજય થયો હતો. જેની સાથે જ વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં એક મોટી ઉપલબ્ધિ તેના નામે કરી લીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં કોહલી સૌથી વધારે જીત મેળવનારા કેપ્ટનોની યાદીમાં પાંચમા નંબર પર આવી ગયો છે. આ મામલે કોહલીએ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એલન બોર્ડરની બરાબરી કરી લીધી છે.
કોહલીએ ભારતીય ટીમના કેપ્ટન તરીકે 52 ટેસ્ટ મેચમાં 32મી જીત મેળવી હતી. બોર્ડરે તેની કેપ્ટનશિપમાં 93 ટેસ્ટ મેચમાં 32 જીત અપાવી હતી. કોહલીએ બોર્ડરથી ઓછી મેચોમાં 32 ટેસ્ટ જીત હાંસલ કરી છે.
વિશ્વના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન
- ગ્રીમ સ્મિથ, 109 ટેસ્ટમાં 53 જીત
- રિકી પોન્ટિંગ, 77 ટેસ્ટમાં 48 જીત
- સ્ટીવ વૉ, 57 ટેસ્ટમાં 41 જીત
- ક્લાઇવ લૉયડ, 74 ટેસ્ટમાં 36 જીત
- વિરાટ કોહલી, 52 ટેસ્ટમાં 32 જીત
- એલન બોર્ડર, 93 ટેસ્ટમાં 32 જીત
ભારતના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન
- વિરાટ કોહલી, 52 ટેસ્ટમાં 32 જીત
- એમએસ ધોની, 60 ટેસ્ટમાં 27 જીત
- સૌરવ ગાંગુલી, 49 ટેસ્ટમાં 21 જીત
- મોહમ્મદ અઝહરુદ્દીન, 47 ટેસ્ટમાં 14 જીત
કોહલી 2014માં ટેસ્ટમાં ભારતીય ટીમનો કેપ્ટન બન્યો હતો. 2014માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ધોનીએ અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કર્યા બાદ કોહલીને ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી.
બાંગ્લાદેશને ઈનિંગ અને 130 રનથી હરાવતાં જ કોહલીએ રચ્ચો ઈતિહાસ, ધોનીનો તોડ્યો રેકોર્ડ, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement