શોધખોળ કરો
Advertisement
બાંગ્લાદેશને ઈનિંગ અને 130 રનથી હરાવતાં જ કોહલીએ રચ્ચો ઈતિહાસ, ધોનીનો તોડ્યો રેકોર્ડ, જાણો વિગત
કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાનો ઈનિંગ અને રનથી 10મો વિજય હતો. જેની સાથે જ કોહલી ટીમ ઈન્ડિયાનો ઈનિંગથી વધારે જીત મેળવનારો સૌથી સફળ કેપ્ટન બની ગયો હતો.
ઈન્દોરઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે બીજી ઈનિંગમાં બાંગ્લાદેશની ટીમ 213 રનમાં ઓલઆઉટ થઈ જતાં ભારતનો એક ઈનિંગ અને 130 રનથી વિજય થયો હતો. કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાનો ઈનિંગ અને રનથી 10મો વિજય હતો. જેની સાથે જ કોહલી ટીમ ઈન્ડિયાનો ઈનિંગથી વધારે જીત મેળવનારો સૌથી સફળ કેપ્ટન બની ગયો હતો.
આ પહેલાનો રેકોર્ડ ધોનીના નામે હતો. ધોનીની કેપ્ટનશિપમાં ભારત 9 વખત ઈનિંગના અંતરથી જીત્યું હતું. જ્યારે અઝહરુદ્દીનની કેપ્ટનશિપમાં 8 અને ગાંગુલીની કેપ્ટનશિપમાં ભારતે 7 વખત ઈનિંગથી ટેસ્ટ મેચ જીતી હતી.
ટીમ ઈન્ડિયા તરફથી બીજી ઈનિંગમાં શમીએ 31 રનમાં 4, અશ્વિને 42 રનમાં 3 વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશ તરફથી બીજી ઈનિંગમાં મુશફિકર રહીમે 43 અને કેપ્ટન મોમીનુલ હકે 37 રન બનાવ્યા હતા. મેચ દરમિયાન જાડેજા એક પણ વિકેટ લઈ શક્યો નહોતો. આ અગાઉ ટીમ ઇન્ડિયાએ પ્રથમ ઇનિંગ 493 રનના સ્કોર પર ડિક્લેર કરી હતી. આ સાથે ટીમ ઇન્ડિયાને 343 રનની લીડ મળી હતી. ભારત તરફથી પ્રથમ ઈનિંગમાં મયંક અગ્રવાલે 243 રનની શાનદાર ઈનિંગ રમી હતી. રહાણેએ 86 અને પૂજારાએ 54 રન બનાવ્યા હતા. જાડેજા 60 રને અણનમ રહ્યો હતો. બાંગ્લાદેશ પ્રથમ ઈનિંગમાં 150 રનમાં ઓલઆઉટ થયું હતું. શમીને પ્રથમ ઈનિંગમાં 3, અશ્વિન, ઉમેશ યાદવ અને ઈશાંત શર્માને 2-2 સફળતા મળી હતી.That's that from Indore as #TeamIndia extend their winnings streak in Test cricket.
They beat Bangladesh by an innings and 130 runs in the 1st @Paytm #INDvBAN pic.twitter.com/wwsZZTtSEj — BCCI (@BCCI) November 16, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion