શોધખોળ કરો

IND Vs ENG, 3rd Test Day 5 Highlights: લોર્ડ્સમાં એકલો લડ્યો જાડેજા છતાં ન જીતી શકી ટીમ ઈન્ડિયા, સીરિઝમાં ઈગ્લેન્ડ 2-1થી આગળ

IND Vs ENG, 3rd Test Day 5 Highlights: લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમે બીજી ઇનિંગમાં ખૂબ જ ખરાબ શરૂઆત કરી હતી

IND Vs ENG, 3rd Test Day 5 Highlights: લોર્ડ્સ ટેસ્ટમાં રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે. ભારત પાસે 193 રનનો લક્ષ્યાંક હતો. પરંતુ શુભમન ગિલની સેના માત્ર 170 રનના સ્કોર પર જ તૂટી પડી હતી. જાડેજા એક છેડે ઉભા રહ્યા અને 61 રનની અણનમ ઇનિંગ રમી પરંતુ ભારત 22 રનથી મેચ હારી ગયું હતું. આ જીત સાથે ઇંગ્લેન્ડની ટીમ હવે 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1થી આગળ છે. પાંચમા અને છેલ્લા દિવસે ભારતને 135 રનની જરૂર હતી. જ્યારે 6 વિકેટ હાથમાં હતી. પરંતુ પંત, રાહુલ અને રેડ્ડી સહિત કોઈ બેટ્સમેન ઈગ્લેન્ડ સામે ટકી શક્યો નહીં અને ભારતને હારનો સામનો કરવો પડ્યો. બંને ટીમો વચ્ચે શ્રેણીની ચોથી મેચ 23 જૂલાઈથી માન્ચેસ્ટરમાં રમાશે.

ભારતની બીજી ઇનિંગની હાઇલાઇટ્સ

લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમે બીજી ઇનિંગમાં ખૂબ જ ખરાબ શરૂઆત કરી હતી. તેણે બીજી ઓવરમાં યશસ્વી જયસ્વાલની વિકેટ ગુમાવી હતી, જે પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહીં. ત્યારબાદ ભારતીય ટીમે રમતના ચોથા દિવસે કરુણ નાયર (14 રન), કેપ્ટન શુભમન ગિલ (6 રન) અને નાઈટવોચમેન આકાશ દીપ (1 રન) ની વિકેટ ગુમાવી દીધી. પાંચમા દિવસે પણ ભારતની નબળી લય ચાલુ રહી અને જાડેજા સિવાય કોઈ બેટ્સમેન લાંબો સમય ટકી શક્યો નહીં.

ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ: સુંદરની શાનદાર બોલિંગ

ઇંગ્લેન્ડ માટે જો રૂટે બીજી ઇનિંગમાં સૌથી વધુ 40 રન બનાવ્યા હતા. કેપ્ટન બેન સ્ટોક્સ (33 રન), હેરી બ્રુક (23 રન) અને જેક ક્રોલી (22 રન) પણ ઉપયોગી ઇનિંગ રમવામાં સફળ રહ્યા હતા. જમણા હાથના સ્પિનર વોશિંગ્ટન સુંદરે ભારત તરફથી સૌથી વધુ 4 વિકેટ મેળવી હતી. જ્યારે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે બે-બે વિકેટ લીધી હતી. નીતિશ કુમાર રેડ્ડી અને આકાશ દીપને પણ એક-એક વિકેટ મળી હતી.

ભારતનો પ્રથમ ઇનિંગ: રાહુલની સદી, જાડેજા-પંત પણ ચમક્યા

ભારતીય ટીમ માટે ઓપનર કેએલ રાહુલે પ્રથમ ઇનિંગમાં મજબૂત રમત બતાવી હતી. રાહુલે 177 બોલનો સામનો કર્યો અને 100 રન બનાવ્યા હતા, જેમાં 13 ચોગ્ગાનો સમાવેશ થાય છે. રાહુલની ટેસ્ટ કારકિર્દીની આ દસમી સદી હતી, જેમાંથી 9 સદી વિદેશી ધરતી પર બની છે. વાઈસ કેપ્ટન પંત (74 રન) અને રવિન્દ્ર જાડેજા (72 રન) એ પણ શાનદાર ઇનિંગ્સ રમી હતી. ઇંગ્લેન્ડ તરફથી ફાસ્ટ બોલર ક્રિસ વોક્સે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. જોફ્રા આર્ચર અને કેપ્ટન બેન સ્ટોક્સને બે-બે વિકેટ મળી હતી. સ્પિનર શોએબ બશીર અને બ્રાઇડન કાર્સે પણ એક-એક વિકેટ લીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
Embed widget