શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IND Vs ENG 3rd Test: ઈંગ્લેન્ડ નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, જાણો વિગત
India Vs England Pink Ball Test Ahmedabad: પ્રથમ દિવસ ઈંગ્લેન્ડના કેપ્ટને ટોસ જીતીને બેટિંગનો નિર્ણય લીધો હતો. જે ખોટો સાબિત થયો હતો. પ્રથમ દિવસે કુલ 13 વિકેટ પડી હતી.
અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમનો પ્રથમ ઈનિંગમાં ધબડકો થયો હતો. પ્રવાસી ટીમ 112 રનમાં ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. તેની સાથે ઇંગ્લેન્ડની ટીમે ખૂબ જ શરમજનક રેકોર્ડ પણ નોંધાવ્યો હતો.અક્ષર પટેલે 6 વિકેટ ઝડપી હતી. જ્યારે અશ્વિને 3 અને ઈશાંતે 1 વિકેટ ઝડપી હતી.
ઇંગ્લેન્ડે ભારતીય જમીન પર ટીમ ઈન્ડિયા સામેના તેમના ટેસ્ટ ઇતિહાસમાં બીજો સૌથી ઓછો સ્કોર બનાવ્યો હતો. ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ્સ 112 રનમાં સમેટાઈ ગઈ હતી, જે ભારતીય ભૂમિ પરની ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડનો બીજો સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા મુંબઈમાં 1979-80ની ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની ઇનિંગ્સ 102 પર ઓલઆઉટ થઈ ગઈ હતી, જે ભારતની ટેસ્ટમાં તેનો સૌથી ઓછો સ્કોર છે.
આ સિવાય ભારત સામેની ટેસ્ટમાં ઇંગ્લેન્ડનો આ ચોથો સૌથી નીચો સ્કોર છે. 1971 માં ઓવલ ખાતે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડની ઇનિંગ્સ 101 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જે ભારત સામેની ટેસ્ટમાં અત્યાર સુધીની તેમનો ન્યૂનતમ સ્કોર છે. આ સિવાય 1986 ની લીડ્સમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ 102 રનમાં સમેટાયું હતું, જે ભારત સામે તેમનો ત્રીજો સૌથી ઓછો સ્કોર છે.
ભારત મજબૂત સ્થિતિમાં
પ્રથમ દિવસની રમતના અંતે ભારતે પ્રથમ ઈનિંગમાં 3 વિકેટ ગુમાવીને 99 રન બનાવ્યા હતા. રોહિત શર્મા 57 રને અણનમ છે જ્યારે રહાણે 1 રન બનાવીને રમી રહ્યો છે. ભારત પ્રથમ દાવમાં ઇંગ્લેન્ડથી માત્ર 13 રન પાછળ છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની શ્રેણી 1-1થી બરાબર છે. ઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટમાં 227 રનથી જીત મેળવી હતી. ભારતે બીજી ટેસ્ટમાં 317 રનથી જીત મેળવી શ્રેણી 1-1થી બરાબરી કરી લીધી હતી.
Gujarat Municipal Election 2021 Results: કોંગ્રેસના કેટલા ઉમેદવારોની ડિપોઝિટ પણ થઈ જપ્ત ? આંકડો જાણીને ચોંકી જશો
રાશિફળ 25 ફેબ્રુઆરીઃ આજે ગુરુ અને શનિ છે મકર રાશિમાં, આ 6 રાશિના જાતકો પર છે સંકટ, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion