IND vs ENG 4th Test: રોહિત શર્માએ સિક્સ ફટકારીને સદી પૂરી કરી, પત્નીએ આપી ફ્લાઈંગ કિસ
IND vs ENG 4th Test: સદી પૂરી થતાં જ ઓવલ સ્ટેડિયમમાં ઉપસ્થિત તેની પત્ની રિતિકા સજદેહ ખુશીથી ઝૂમી ઉઠી હતી અને પતિને ફ્લાઈંગ કિસ આપી હતી. આ ક્ષણ કેમેરામાં કેદ થઈ હતી
IND vs ENG 4th Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચમાં રોહિત શર્માએ જલવો બતાવ્યો હતો. તેણે પોતાની શાનદાર બેટિંગથી ન માત્ર ભારતીય ક્રિકેટ ફેન્સ પરંતુ મેદાન પર હાજર રહેલી પત્ની રિતિકા સજદેહનું દિલ પણ જીતી લીધું હતું.
રોહિતે સિક્સ ફટકારીને પૂરી કરી સદી
રોહિત શર્માએ ઓવલ ટેસ્ટમાં ત્રીજા દિવસે બીજી ઈનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. જે તેના કરિયરની 8મી અને વિદેશની ધરતી પર પ્રથમ ટેસ્ટ સદી હતી. સૌથી ખાસ વાત એ હતી કે રોહિતે મોઈન અલીની ઓવરમાં સિક્સ મારીને સદી પૂરી કરી હતી. તેણે ત્રીજી વખત આ કારનામું કર્યુ હતું. સદી પૂરી થતાં જ ઓવલ સ્ટેડિયમમાં ઉપસ્થિત તેની પત્ની રિતિકા સજદેહ ખુશીથી ઝૂમી ઉઠી હતી અને પતિને ફ્લાઈંગ કિસ આપી હતી. આ ક્ષણ કેમેરામાં કેદ થઈ હતી અને સોશિયલ મીડિયામાં વીડિયો પણ વાયરલ થયો હતો.
વાઇફને નિરાશ નથી કરતો રોહિત
આ શતક બાદ એક ક્રિકેટ ફેને ટ્વિટર પર લખ્યું, ખૂબસુરત. વિદેશી જમીન પર હિટમેન રોહિત શર્માની શાનદાર સદી. રોહિત તેની પત્ની રિતિકા સજદેહ જ્યારે મેદાનમાં હાજર હોય ત્યારે ક્યારેય નિરાશ કરતો નથી.
કોહલી પણ ઝૂમી ઉઠ્યો
રોહિત શર્માએ શાનદાર સદી ફટકાર્યા બાદ ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડી અને સપોર્ટ સ્ટાફે સ્ટેડિંગ ઓવેશન આપ્યું હતું. કેપ્ટન વિરાટ કોહલી પણ ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો અને તાળીઓ પાડવા લાગ્યો હતો.
રોહિત શર્માની સદી, પૂજારાની અડધી સદીથી ભારત 171 રન આગળ
રોહિત શર્માની શાનદાર શતકીય ઈનિંગ તેમજ તેની અને પૂજારા વચ્ચેની મેરેથોન ભાગીદારીને સહારે ભારતે ઈંગ્લેન્ડ સામેની ચોથી ઓવલ ટેસ્ટમાં મજબુત સ્થિતિ હાંસલ કરી લીધી હતી. ભારતના પ્રથમ ઈનિંગના ૧૯૧ સામે ઈંગ્લેન્ડે ૯૯ રનની સરસાઈ મેળવતા ૨૯૦ રન કર્યા હતા. જે પછી ભારતે બીજી ઈનિંગમાં ભારે આત્મવિશ્વાસ સાથે બેટીંગ કરતાં ત્રીજા દિવસે ૯૨ ઓવરમાં ૩ વિકેટે ૨૭૦ રન કરી લીધા હતા. આ સાથે ભારતે ઈંગ્લેન્ડ પર કુલ ૧૭૧ રનની સરસાઈ પણ હાંસલ કરી લીધી હતી. ભારતીય ઓપનર રોહિત શર્માએ વિદેશની ભૂમિ પર સૌપ્રથમ ટેસ્ટ સદી ફટકારતાં ૧૨૭ રન કર્યા હતા. તેણે કારકિર્દીની આઠમી ટેસ્ટ સદી ફટકારી હતી. જ્યારે આ તેની વિદેશની ભૂમિ પરની સૌપ્રથમ ટેસ્ટ સદી હતી. તેણે આશરે છ મહિના બાદ ટેસ્ટમાં સદી ફટકારી હતી. આ અગાઉ તેણે ફેબ્રુઆરી,૨૦૨૧માં ઈંગ્લેન્ડ સામેની ચેન્નાઈ ટેસ્ટમાં ૧૬૧ રન નોંધાવ્યા હતા.