શોધખોળ કરો
Advertisement
IND Vs ENG: ડેબ્યૂ મેચમાં જ છવાયો આ ગુજરાતી, 5 વિકેટ ઝડપીને ઈંગ્લેન્ડને પાડી દીધું ઘૂંટણીયે
ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલ ભારત તરફથી ડેબ્યૂ ટેસ્ટમાં 5 વિકેટ લેનારો છઠ્ઠો બોલર બન્યો હતો.
ચેન્નઈઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટની ચોથા દિવસે ઈંગ્લેન્ડની ટીમ 164 રનમાં ઓલઆઉટ થઈ જતાં ભારતનો 317 રનથી શાનદાર વિજય થયો હતો. ભારત તરફથી અક્ષર પટેલે 5, અશ્વિને 3, અશ્વિન 3 તથા કુલદીપ યાદવે 2 વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડ તરફથી મોઇન અલીએ 43 અને રૂટે 33 રનનું યોગદાન આપ્યું હતું. ભારતના સ્પિનર્સ સામે ઈંગ્લેન્ડના બેટ્સમેને ઘૂંટણીયે પડી ગયા હતા. ડેબ્યૂ મેચમાં જ અક્ષરે ધમાકેદાર પ્રદર્શન કર્યુ હતું.
ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલે બીજી ઈનિંગમાં 5 વિકેટ ખેરવી હતી અને પ્રથમ ઈનિંગમાં પણ 2 વિકેટ ઝડપી હતી. મેચમાં તેણે કુલ 7 વિકેટ ઝડપી હતી. પોતાની ડેબ્યૂ મેચમાં અક્ષરે શાનદાર દેખાવ કર્યો હતો. તે ભારત તરફથી ડેબ્યૂ ટેસ્ટમાં 5 વિકેટ લેનારો છઠ્ઠો બોલર બન્યો હતો.
વીવી કુમારે 1960-61માં પાકિસ્તાન સામે 64 રનમાં 5 વિકેટ ઝડપી હતી અને તે પ્રથમ બોલર બન્યો હતો. જે બાદ 1979-80માં સુશીલ દોષીએ ઓસ્ટ્રેલિયા સામે 103 રનમાં 6, 1987-88માં નરેન્દ્ર હીરવાણીએ વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ ઈનિંગમાં 61 રનમાં 8 અને બીજી ઈનિંગમાં 75 રનમાં 7, 2008-09માં અમિત મિશ્રાએ ઓસ્ટ્રેલિયા સામે 71 રનમાં 5, 2011-12માં અશ્વિને વેસ્ટ ઈન્ડિઝ સામે 47 રનમાં 6 વિકેટ ઝડપી હતી
અક્ષર કરિયરની પ્રથમ વિકેટ જો રૂટની ઝડપી હતી. પ્રથમ ટેસ્ટમાં જો રૂટ ભારતની હારનું કારણ બન્યો હતો. બીજી ઈનિંગમાં પણ અક્ષરે રૂટને આઉટ કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion