શોધખોળ કરો

IND Vs ENG 2nd Test: બીજી ઇનિંગમાં ભારત 286 રનમાં ઓલઆઉટ, ઇંગ્લેન્ડને જીતવ માટે મળ્યુ 482નું લક્ષ્ય, અશ્વિનની સદી

IND Vs ENG 2nd Test: અશ્વિનની ઘરઆંગણે શાનદાર સદી, ઈંગ્લેન્ડ બેકફૂટ પર

નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટની બીજી ઇનિંગમાં ભારતીય ટીમે મહેમાન ટીમ પર દબાણ બનાવી દીધુ છે. ભારતીય ટીમ બીજી ઇનિંગમાં 286 રન બનાવીને ઓલઆઉટ થઇ ચૂકી છે. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિનને લડાયક સદી ફટકારીને ઇંગ્લેન્ડને બેકફૂટ પર પહોંચાડી દીધુ છે. હવે ઇંગ્લેન્ડ પાસે ચેન્નાઇની પીચ પર આગામી બે દિવસ  સુધી રમવુ મોટો પડકાર છે. ઇંગ્લેન્ડ ટીમે બીજી ઇનિંગની રમત શરૂ કરી દીધી છે, ખાસ વાત છે કે ઇંગ્લિશ ટીમ માટે 482 રનના લક્ષ્યાંકને પાર કરવો પડકાર સાબિત થઇ શકે છે. ભારતીય બેટિંગની વાત કરીએ તો બીજી ઇનિંગમાં આર અશ્વિને શાનદાર બેટિંગ કરતા 106 રન બનાવ્યા, આ ઉપરાંત કેપ્ટન કોહલીએ પણ શાનદાર રમત બતાવી, તેને 62 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. ઇંગ્લિશ ટીમમાંથી બૉલિંગ કરતી વખતે સૌથી વધુ વિકેટ જેક લીચ અને મોઇન અલીના નામે નોંધાઇ છે, બન્ને સ્પીનરોએ 4-4 વિકેટ ઝડપી છે. આ ઉપરાંત એકમાત્ર વિકેટ ફાસ્ટ બૉલર ઓલી સ્ટૉને ઝડપી શક્યો છે. IND Vs ENG 2nd Test: બીજી ઇનિંગમાં ભારત 286 રનમાં ઓલઆઉટ, ઇંગ્લેન્ડને જીતવ માટે મળ્યુ 482નું લક્ષ્ય, અશ્વિનની સદી (ફાઇલ તસવીર) કેવો રહ્યો બીજો દિવસ બીજા દિવસની રમતના અંતે ભારતીય ટીમે 18 ઓવર રમી એક વિકેટ ગુમાવીને 54 રન બનાવ્યા હતા. ઓપનિંગમાં આવેલા શુભમન ગીલને જેક લીચે 14 રનના અંગત સ્કૉર પર એલબીડબલ્યૂ આઉટ કરાવી દીધો હતો. જ્યારે રોહિત શર્મા 25 રન અને ચેતેશ્વર પુજારા 7 રને હજુ ક્રિઝ પર હતા. ભારતીય બૉલરોએ બીજા દિવસની રમતમાં જબરદસ્ત પક્કડ બનાવતા ઇંગ્લિશ ટીમને માત્ર 134 રનમાં જ ઓલઆઉટ કરી દીધી હતુ, આ સાથે ભારતને 195 રનની જંગી લીડ મળી હતી. ભારત તરફથી સૌથી વધુ અશ્વિને 5 વિકેટ ઝડપી હતી, જ્યારે ઇશાંત શર્મા અને અક્ષર પટેલે 2-2 વિકેટ અને મોહમ્મદ સિરાજને 1 વિકેટ મળી હતી. આ પહેલા બીજા દિવસની શરૂઆતમાં ટીમ  ઈન્ડિયા 329 રન બનાવી ઓલઆઉટ થયું હતુ. પંત  58 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી મોઈન અલીએ 4 વિકેટ લીધી હતી. જ્યારે ઓલી સ્ટોન 3 અને જેક લિચે 2 વિકેટ લીધી  હતી. પ્રથમ દિવસે રોહિત શર્માના 161 અને અજિંક્ય રહાણેના 67 રનની મદદથી ભારતે 6 વિકેટના નુકસાન પર 300 રન ફટકાર્યા હતા. ભારતીય ટીમ રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ ઈંગ્લેન્ડની ટીમ ડૉમ સિબ્લે, રોરી બર્ન્સ, ડેનિયલ લોરેન્સ, જો રૂટ(કેપ્ટન), બેન સ્ટોક્સ, ઓલી પોપ, બેન ફોક્સ, મોઈન અલી, સ્ટૂઅર્ટ બ્રોડ, જેક લીચ અને ઓલી સ્ટોન
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget