India vs New Zealand Playing-11: ઉમરાન મલિક-સંજૂ સેૈમસનને મળશે તક? પ્રથમ વન-ડેમાં આવી હશે ભારત-ન્યૂઝીલેન્ડની પ્લેઇંગ ઇલેવન
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચની વન-ડે સીરિઝ રમવાની છે.
India vs New Zealand Playing-11: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચની વન-ડે સીરિઝ રમવાની છે. પ્રથમ મેચ આજે (25 નવેમ્બર) ઓકલેન્ડમાં ભારતીય સમય અનુસાર સવારે 7 વાગ્યાથી રમાશે. આ પહેલા હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે કિવી ટીમને ત્રણ મેચની T20 શ્રેણીમાં 1-0થી હરાવ્યું હતું.
હવે ભારતીય ટીમે શિખર ધવનની કેપ્ટનશીપમાં વનડે શ્રેણી રમવાની છે. પંડ્યાની સફળતા બાદ હવે ધવન પણ વનડે સિરીઝ પર કબજો કરવા ઈચ્છશે. આ માટે ધવન તેના મજબૂત પ્લેઈંગ-11ને મેદાનમાં ઉતારવા ઈચ્છશે.
સંજુ-ઉમરાનને ધવનની કેપ્ટન્સીમાં તક મળી શકે છે
પંડ્યાએ ટી20 શ્રેણીમાં વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસન અને ઝડપી બોલર ઉમરાન મલિકને તક આપી ન હતી. પરંતુ ચાહકોને આશા છે કે પ્રથમ વનડેમાં ધવન તેના પ્લેઈંગ-11માં આ બંનેને તક આપી શકે છે. જો કે, તેની શક્યતાઓ અત્યંત ઓછી જણાય છે. તેનું કારણ એ છે કે ટીમ મેનેજમેન્ટ અને કોચ વીવીએસ લક્ષ્મણ એક જ છે જે ટી20 શ્રેણીમાં હતા.
ન્યૂઝીલેન્ડમાં ભારતીય ટીમનો ખરાબ રેકોર્ડ
ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડની ધરતી પર અત્યાર સુધીમાં કુલ 9 વનડે શ્રેણી રમી છે, જેમાંથી તેને માત્ર બે મેચમાં જ જીત મળી છે. જ્યારે 5માં હારનો સામનો કરવો પડ્યો હતો. જો મેચોની વાત કરીએ તો ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે તેના ઘરઆંગણે અત્યાર સુધીમાં કુલ 42 મેચ રમી છે જેમાંથી તેને માત્ર 14માં જ જીત મળી છે. જ્યારે 25માં તેમનો પરાજય થયો હતો.
ન્યૂઝીલેન્ડમાં વનડે સીરીઝમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ
કુલ વન-ડે સીરિઝ: 9
ભારત જીત્યું: 2
ન્યૂઝીલેન્ડ જીત્યું: 5
ડ્રો: 2
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વનડે શ્રેણીનો રેકોર્ડ
કુલ વન-ડે સીરિઝ: 15
ભારત જીત્યું: 8
ન્યૂઝીલેન્ડ જીત્યું: 5
ડ્રો: 2
પ્રથમ વન-ડે માટે ભારત-ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઈંગ-11
ભારતીય ટીમઃ શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ/કુલદીપ યાદવ.
ન્યૂઝીલેન્ડની ટીમ: ફિન એલન, ડેવોન કોનવે, કેન વિલિયમ્સ , ટોમ લાથમ , ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, જેમ્સ નીશમ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન.