(Source: ECI/ABP News/ABP Majha)
IND vs NZ: આજની મેચમાં વરસાદ પડશે, શું વેલિંગટનની જેમ આજે પણ રદ્દ થશે બે ઓવલ ટી20 ? જાણો મોટુ અપડેટ
પહેલી ટી20 વેલિંગટનમાં હતી તે સમયે વરસાદ એટલો ભારે હતો કે મેચમાં ટૉપ પણ ન હતો થઇ શક્યો. બસ આ જ રીતે આજે પણ વરસાદી વાદળ છવાયેલા છે.
Mount Maunganui Weather Update: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટી20 મેચ આજે બે ઓવલ ગ્રાઉન્ડમાં રમાશે, પરંતુ આ વખતે પણ વરસાદનો ખતરો સામે આવ્યો છે. વરસાદના કારણે વેલિંગટનની પહેલી ટી20 મેચની જેમ આજે પણ બે ઓવલ ટી20 રદ્દ થઇ શકે છે, કેમ કે હવામાન વિભાગે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે પહેલી ટી20 વેલિંગટનમાં હતી તે સમયે વરસાદ એટલો ભારે હતો કે મેચમાં ટૉપ પણ ન હતો થઇ શક્યો. બસ આ જ રીતે આજે પણ વરસાદી વાદળ છવાયેલા છે. જાણો હાલમાં શું છે હવામાનની સ્થિતિ.......
બે ઓવલનું હવામાન
હાલના સમયમાં બે ઓવલમાં વરસાદ થઇ રહ્યો છે, જે ક્યારેય ફાસ્ટ તો ક્યારેય ધીમો પડી રહ્યો છે. હવામાન વિભાગે આજે બપોરથી રાત સુધી સતત વરસાદ પડવાની આગાહી કરી છે. વાદળો સતત છવાયેલા રહેશે અને પવનની ગતિ પણ ફાસ્ટ રહેશે. મેચની શરૂઆતના સમયે ઓછો વરસાદ પડવાનુ અનુમાન છે, પરંતુ જેમ જેમ મેચ આગળ વધતી જશે તેમ તેમ વરસાદનુ જોર વધતુ જશે, અને આ કારણે વરસાદમાં મેચ ધોવાઇ જઇ શકે છે.
Just 1️⃣ sleep away from the first #NZvIND T20I ⏳#TeamIndia pic.twitter.com/qiJXEAlG43
— BCCI (@BCCI) November 17, 2022
ન્યૂઝીલેન્ડના સમયના હિસાબની વાત કરીએ તો સાંજે 7 વાગ્યાથી લઇને રાત્રે 12 વાગ્યા સુધી સતત વરસાદ પડવાની સંભાવના છે, અને આવામાં આ મેચ રદ્દ પણ થઇ શકે છે. જો આ મેચ પણ રદ્દ થશે તો આ હાર્દિક પંડ્યા એન્ડ કંપની માટે ખુબ નિરાશાજનક ખબર રહેશે, કેમ કે ટીમ ન્યૂઝીલેન્ડ એક સારો મોકો શોધવા આવી છે.
📸 📸 Snapshots from #TeamIndia's traditional welcome at Mt. Maunganui
— BCCI (@BCCI) November 19, 2022
Image Courtesy: Jamie Troughton/Dscribe Media#NZvIND pic.twitter.com/K4yUiScPO7
Hope rains stay away and we have a full game tomorrow when #TeamIndia takes on the Blackcaps in the 2nd #NZvIND T20I.
— Ashwin 🇮🇳 (@ashwinravi99) November 19, 2022
Can’t wait to see @IamSanjuSamson killing it out there.
Watch it live & exclusive on @PrimeVideoIN - Nov 20, 11 AM.#NZvINDonPrime #CricketOnPrime pic.twitter.com/zwU9teApq4