શોધખોળ કરો

IND vs PAK, CWG 2022: ભારતે પાકિસ્તાન સામે 8 વિકેટે શાનદાર જીત મેળવી,  સ્મૃતિ મંધાનાએ અડધી સદી ફટકારી 

કોમનવેલ્થ ગેમ્સમાં વિમેન્સ ટી-20 ક્રિકેટમાં પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીત થઈ છે.

કોમનવેલ્થ ગેમ્સમાં  વિમેન્સ ટી-20 ક્રિકેટમાં પાકિસ્તાન સામે  ભારતની શાનદાર જીત થઈ છે. ટીમ ઈન્ડિયાએ 8 વિકેટથી શાનદાર જીત મેળવી છે.   પાકિસ્તાની કેપ્ટન બિસ્માહ માહરુફે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. પાકિસ્તાનની ટીમ 18 ઓવરમાં 99 રને ઓલઆઉટ થઈ ગઈ. ભારતીય ટીમને 100 રનનો ટાર્ગેટ આપ્યો હતો.  જવાબમાં ભારતીય ટીમે 11. 4  ઓવરમાં 2  વિકેટ ગુમાવી ટાર્ગેટ ચેઝ કર્યો હતો.  સ્મૃતિ મંધાનાએ શાનદાર ઈનિંગ રમતા અડધી સદી ફટકારી હતી. સેફાલી વર્મા 16 રન અને મેઘના 14 રન બનાવી આઉટ થઈ હતી.  સ્મૃતિ મંધાના 63 રન બનાવી નોટ આઉટ રહી હતી. 

ભારતીય ટીમે પાવર પ્લેમાં એટલે કે પ્રથમ પાંચ ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વગર 52 રન બનાવ્યા હતા. ભારતની શરુઆત ખૂબ જ સારી રહી હતી. સ્મૃતિ મંધાનાએ માત્ર 31 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. તે મેદાનની ચારે બાજુ મોટા શોટ રમી હતી.  મંધાનાએ છગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી.

જણાવી દઈએ કે વરસાદના કારણે મેચ મોડી શરૂ થઈ હતી. જેના કારણે મેચ 18-18 ઓવરની કરી દેવામાં આવી હતી. આ પછી પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, પરંતુ તેનો નિર્ણય ખોટો સાબિત થયો અને સમગ્ર ટીમ 18 ઓવરમાં 99 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

આ પછી 100 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ તોફાની શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 5.5 ઓવરમાં 61 રનની ભાગીદારી કરી હતી. શેફાલી બે ચોગ્ગા અને એક છગ્ગા સાથે આઉટ થઈ હતી. તેણે 16 રન બનાવ્યા હતા. જોકે, મંધાના વિસ્ફોટક બેટિંગ કરી રહી હતી.

આ દરમિયાન ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલી એસ મેઘનાએ 16 બોલમાં 14 રન બનાવ્યા હતા. તે જ સમયે, મંધાનાએ ભારતને જીતાડીને વાપસી કરી હતી. તેણે 42 બોલમાં અણનમ 63 રન બનાવ્યા હતા. બીજા છેડે જેમિમા રોડ્રિગ્સ બે રન બનાવીને અણનમ પરત ફર્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'

Embed widget