IND vs SA 4th T20: આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચોથી ટી-20 મેચ,ટીમ ઇન્ડિયા પ્લેઇંગ ઇલેવનમાં કરી શકે છે ફેરફાર
આવી સ્થિતિમાં આ મેચ ભારત માટે સીરિઝ કરો યા મરો જેવી રહેશે. સાઉથ આફ્રિકા પણ આ મેચ જીતીને સીરિઝ જીતવાનો પ્રયાસ કરશે
રાજકોટઃ ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ ટી-20 સીરીઝની ચોથી મેચ આજે રમાશે. આ મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે સાંજે 7 વાગ્યાથી રમાશે. હાલમાં દક્ષિણ આફ્રિકાએ ટી-20 સીરિઝમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે.
આવી સ્થિતિમાં આ મેચ ભારત માટે સીરિઝ કરો યા મરો જેવી રહેશે. સાઉથ આફ્રિકા પણ આ મેચ જીતીને સીરિઝ જીતવાનો પ્રયાસ કરશે. જ્યારે ટીમ ઈન્ડિયા પાસે શ્રેણી બરોબરી કરવાની તક છે. જો આજની મેચ ભારતીય ટીમ હારશે તો સિરીઝ પણ હારી જશે.
છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો
દક્ષિણ આફ્રિકાએ સીરિઝની શરૂઆતની બંન્ને મેચ જીતી હતી. પ્રથમ મેચ સાઉથ આફ્રિકાએ સાત વિકેટે જીતી હતી. આ પછી કટકમાં રમાયેલી ટી-20 મેચ 4 વિકેટે જીતી હતી. ત્રીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી જેમાં ટીમ ઈન્ડિયાનો 48 રને વિજય થયો હતો.
T20 ફોર્મેટમાં દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઇન્ડિયાનુ અત્યાર સુધી સારુ પ્રદર્શન રહ્યું છે. બંન્ને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 18 T20 મેચ રમાઈ છે, જેમાં ટીમ ઈન્ડિયાએ 10માં જીત મેળવી છે, જ્યારે 8માં તેને હારનો સામનો કરવો પડ્યો છે.
તેનાથી વિપરિત ભારતીય ટીમ તેના જ ઘરમાં સાઉથ આફ્રિકા સામે હંમેશા નબળી રહી છે. ટીમ ઈન્ડિયાએ આફ્રિકન ટીમ સામે ઘરઆંગણે સાત T20 મેચ રમી હતી, જેમાંથી માત્ર 2માં જ જીત મેળવી શકી છે અને પાંચ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
બંન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ટીમ ઇન્ડિયા
ઇશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐય્યર, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, અવેશ ખાન, ભુવનેશ્વર કુમાર અને યુઝર્વેન્દ્ર ચહલ
સાઉથ આફ્રિકાની ટીમ
ક્વિન્ટન ડિકોક/રીઝા હેનડ્રિક્સ, ટેમ્બા બાવુમા, રસ્સી વાન ડેર ડ્યુસેન, ડેવિડ મિલર, હેનરિક ક્લાસેન, ડ્વેન પ્રિટોરિયસ, વાયને પાર્નેલ, કગિસો રબાડા, કેશવ મહારાજ, એનરિક નોર્કિયા અને તબરેઝ શમ્સી