શોધખોળ કરો

India vs Sri Lanka : શ્રીલંકા સામે ભારતનો 67 રને શાનદાર વિજય, ઉમરાન મલિકનો ઝંઝાવાત

જવાબમાં શ્રીલંકાની ટીમ નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 306 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી ઉમરાન મલિકે 3 વિકેટ ઝડપી હતી.

India vs Sri Lanka 1st ODI : ત્રણ વન ડે મેચની શ્રેણીની ગુવાહાટી ખાત રમાયેલી પહેલી વનડેમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 67 રનના મોટા અંતરથી હરાવ્યું હતું. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 373 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 306 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી ઉમરાન મલિકે 3 વિકેટ ઝડપી હતી. 

શ્રીલંકા તરફથી કેપ્ટન દાસુન શનાકાએ અણનમ 108 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેને 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત ઓપનર પથુમ નિસાન્કાએ 72 રન બનાવ્યા હતા. આમ છતાં શ્રીલંકાની ટીમને મેચમાં 67 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. દાસુન શનાકા અને પથુમ નિસાંકા ઉપરાંત ધનંજય ડી સિલ્વાએ 40 બોલમાં 47 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત શ્રીલંકાના બાકીના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. ઝડપી બોલર ઉમરાન મલિક ભારત માટે સૌથી સફળ બોલર હતો. ઉમરાન મલિકે 8 ઓવરમાં 57 રનમાં 3 ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ સાથે જ મોહમ્મદ સિરાજે 2 ખેલાડીઓને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ સિવાય મોહમ્મદ શમી અને યુઝવેન્દ્ર ચહલને 1-1 સફળતા મળી હતી. જો કે, ટીમ ઈન્ડિયા 3 વનડે શ્રેણીમાં 1-0થી આગળ થઈ ગઈ છે.

આ અગાઉ ભારત માટે વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટને 87 બોલમાં 113 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 12 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. વિરાટ કોહલીની વનડે કરિયરની આ 45મી સદી છે. આ સાથે જ વિરાટ કોહલીના આંતરરાષ્ટ્રીય કરિયરની આ 73મી સદી છે. વિરાટ કોહલી સિવાય રોહિત શર્મા અને શુભમન ગીલે શાનદાર ઇનિંગ રમી હતી. બંને બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે 143 રન જોડ્યા હતા. 

કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલે શાનદાર શરૂઆત અપાવી હતી. રોહિતે 67 બોલમાં 83 રન બનાવ્યા હતાં. જેમાં તેણે નવ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતાં. તો શુભમન ગિલે 60 બોલમાં 70 રન બનાવ્યા હતાં. તેણે 11 ચોગ્ગા ફટકાર્યા હતાં. બંનેએ પ્રથમ વિકેટ માટે 143 રન જોડ્યા હતા. સપાટ પીચ પર રોહિતને શ્રીલંકાના ફાસ્ટ બોલરો સામે કોઈ મુશ્કેલી પડી નહોતી અને બોલરોની ખરબ લઈ લીધી હતી. ભારતીય સુકાનીએ અનેક પુલ શોટ ફટકાર્યા હતાં અને 41 બોલમાં જ પોતાની અડધી સદી પૂરી કરી લીધી હતી. ગિલે તેની પાંચમી અડધી સદી 51 બોલમાં પૂરી કરી હતી. ભારતે ઇન-ફોર્મ બેટ્સમેન ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવને ટીમમાં શામેલ નહોતા કર્યા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
Embed widget