(Source: ECI/ABP News/ABP Majha)
IND vs SL 2nd T20: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 7 વિકેટથી હરાવ્યું, સીરીઝમાં બનાવી અજેય લીડ
ટીમ ઈન્ડિયાએ T20 શ્રેણીની બીજી મેચમાં શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
LIVE
Background
ટીમ ઈન્ડિયાએ T20 શ્રેણીની બીજી મેચમાં શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારત તરફથી શ્રેયસ અય્યરે તોફાની અડધી સદી ફટકારી હતી. આ સાથે જ રવિન્દ્ર જાડેજા અને સંજુ સેમસને પણ મહત્વનું યોગદાન આપ્યું હતું.
ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 7 વિકેટે હરાવી શ્રેણીમાં અજેય સરસાઈ મેળવી
ટીમ ઈન્ડિયાએ T20 શ્રેણીની બીજી મેચમાં શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું
ટીમ ઈન્ડિયાએ T20 શ્રેણીની બીજી મેચમાં શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારત તરફથી શ્રેયસ અય્યરે તોફાની અડધી સદી ફટકારી હતી. આ સાથે જ રવિન્દ્ર જાડેજા અને સંજુ સેમસને પણ મહત્વનું યોગદાન આપ્યું હતું.
શ્રીલંકાએ ટીમ ઈન્ડિયાને આપ્યો 184 રનનો ટાર્ગેટ
ભારત અને શ્રીલંકા વચ્ચે T20 શ્રેણીની બીજી મેચ ધર્મશાલામાં રમાઈ રહી છે. જેમાં શ્રીલંકાએ ટીમ ઈન્ડિયાને જીતવા માટે 184 રનનો ટાર્ગેટ આપ્યો છે. શ્રીલંકા તરફથી નિશાન્કાએ જોરદાર અડધી સદી ફટકારી હતી. તેણે 53 બોલમાં 75 રન બનાવ્યા હતા. જ્યારે ભારત તરફથી જસપ્રિત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલે સારી બોલિંગ કરી હતી.
શ્રીલંકાની ચોથી વિકેટ પડી
જસપ્રીત બુમરાહે શ્રીલંકાને ચોથો ઝટકો આપ્યો હતો. તેણે દિનેશ ચાંદીમલને 9 રનના અંગત સ્કોર પર આઉટ કર્યો હતો. આ પહેલા શ્રીલંકાએ 100 રનનો આંકડો પાર કર્યો હતો. ટીમે અત્યાર સુધી 4 વિકેટ ગુમાવીને 111 રન બનાવ્યા છે.
શ્રીલંકાની ત્રીજી વિકેટ પડી, હર્ષલે કામિલને આઉટ કર્યો
શ્રીલંકાની ત્રીજી વિકેટ પડી. ભારતીય બોલર હર્ષલ પટેલે માત્ર 1 રનના અંગત સ્કોર પર કામિલ મિશ્રાને આઉટ કર્યો હતો.