ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને 5 વિકેટથી આપી માત, T20 સીરીઝ પર પણ જમાવ્યો કબજો
ભારતે બીજી ટી20 મેચમાં શ્રીલંકાને નિર્ધારિત 20 ઓરમાં 7 વિકેટ પર 125 રન પર જ રોકી લીધુ હતુ, અને પછી 19.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધુ હતુ.
India Women vs Sri Lanka Women, 2nd T20I: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શનિવારે દાંબુલામાં રમાયેલી બીજી રોમાંચક ટી20 મેચમાં શ્રીલંકાને 5 વિકેટથી હરાવી દીધુ છે. આ જીતની સાથે જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ત્રણ મેચોની ટી20 સીરીઝ પર પણ કબજો જમાવી દીધો છે.
સીરીઝની પહેલી મેચ ભારતે 34 રનથી જીતી હતી, આજે બીજી જીત સાથે સીરીઝ પર કબજો જમાવી દીધો, હવે સીરીઝની અંતિમ અને ત્રીજી મેચ 27 જૂને આ જ મેદાન પર રમાશે.
ભારતે બીજી ટી20 મેચમાં શ્રીલંકાને નિર્ધારિત 20 ઓરમાં 7 વિકેટ પર 125 રન પર જ રોકી લીધુ હતુ, અને પછી 19.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધુ હતુ.
ભારતીય ટીમ તરફથી સ્મૃતિ મંધાનાએ 34 બૉલ પર 8 ચોગ્ગાની મદદથી 39, શેફાલી વર્માએ અને એસ મેઘનાએ 17-17 જ્યારે કેપ્ટન હરમનીપ્રીત કૌરે અણનમ 31 રન બનાવ્યા હતા. આ પહેલા યજમાન શ્રીલંકન ટીમ પહેલા બેટિંગ કરતા સારી શરૂઆત કરી અને પહેલી વિકેટ માટે 87 રન જોડ્યા બાદ, જોકે બાદમાં ટીમ લથડી પડી. ભારત તરફથી દિપ્તી શર્માએ સર્વાધિક 2 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો.....
Pakistan: 26/11 મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ સાજિદ મીર જીવિત છે, ISIએ આતંકીને મૃત જાહેર કર્યો હતો
India Corona Cases Today: ભારતમાં કોરોનાએ પકડી સ્પીડ, જાણો શું છે છેલ્લા 24 કલાકની સ્થિતિ
Gujarat Rain : છેલ્લા 24 કલાકમાં 70 તાલુકામાં ખાબક્યો વરસાદ, નવસારીના ચીખલીમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ
Gujarat Corona Cases: કોરોનાને લઈ ગુજરાત માટે શું છે ચિંતાજનક સમાચાર ? જાણો વિગત
સવારે ઉઠતા જ ન જોવી જોઈએ આ 5 વસ્તુઓ, દિવસ થશે ખરાબ