શોધખોળ કરો

ગરમીનો કહેર યથાવતઃ ગુજરાતમાં ત્રણ દિવસ સુધી ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી...

Gujarat Weather News: હવામાન વિભાગ અનુસાર, અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં પણ હજુ આભમાંથી અગનવર્ષા વરસશે

Gujarat Weather News: ગરમીનો પારો સતત ઉંચકાઇ રહ્યો છે, સૌરાષ્ટ્ર-કચ્છથી લઇને દક્ષિણ અને મધ્ય ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ગરમીએ કહેર વર્તાવ્યો છે. રાજ્યમાં અત્યારે અંગ દઝાડતી ગરમી પડી રહી છે. હવે હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે, જે અનુસાર હજુ પણ આગામી ત્રણ દિવસ સુધી ગરમીનો પારો ઉંચકાશે. અમદાવાદમા ગરમીનો પારો 44.8 ડિગ્રીને પાર પહોંચ્યો હતો, જ્યારે રાજકોટ પણ 44.9 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર તરીકે નોંધાયુ હતુ. હાલમાં દક્ષિણ-પશ્ચિમમાંથી પવન ફૂંકાવવાના કારણે 3 દિવસ તાપમાનનો પારો સતત ઉંચો જઇ શકે છે. મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રી રહેવાની શક્યતાઓ છે. 

રાજ્યમાં ગરમીનો પારો સતત ઉંચકાઇ રહ્યો છે, આગામી દિવસોમાં તાપમાનનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં પણ હજુ આભમાંથી અગનવર્ષા વરસશે. આગામી બે દિવસ સુધી અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી છે. તાજા અપડેટમાં ગઇકાલે એટલે કે મંગળવારે 44.8 સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર બન્યુ હતુ, છેલ્લા 10 વર્ષનો અમદાવાદનો સૌથી હૉટેસ્ટ દિવસ 29 એપ્રિલે 44.8 ડિગ્રી સાથે નોંધાયો હતો. આ ઉપરાંત રાજ્યમાં 44.9 ડિગ્રી સાથે રાજકોટ પણ હૉટેસ્ટ સિટી બન્યુ હતુ. અમરેલીમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટમાં હીટવેવની આગાહી હજુ પણ યથાવત છે. 

ગુજરાતમાં હવે ધીમે ધીમે તાપમાનનો પારો ઉચકાઈ રહ્યો છે.ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. જ્યારે 32 ડિગ્રીથી લઈને 45.6 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગના આંકડા અનુસાર ભુજમાં 41, નલિયામાં 35, કંડલા (બંદર) માં 36, કંડલા (એરપોર્ટ) માં 45.6 ડિગ્રી, અમરેલીમાં 41, ભાવનગરમાં 32, દ્વારકામાં 33, ઓખામાં 33, સુરેન્દ્રનગર 42, મહુવામાં 35, ગાંધીનગરમાં 41 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 40, વડોદરામાં 39, સુરતમાં 36 અને દમણમાં 34 ડિગ્રી નોંધાઈ છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાક બાદ મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સુધીનો વધારો થશે. આમ આગામી દિવસોમાં હજુ પણ લોકોએ ગરમી સહન કરવી પડશે.

ગુજરાતમાં તાપમાનમાં વધારો થવા લાગ્યો છે ત્યારે અમદાવાદમાં પણ મહત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. આ સાથે અમદાવાદમાં પણ મહત્તમ તાપમાન 42 ડિગ્રી નજીક પહોંચી ગયું છે. અમદાવાદમાં 41.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જેના પગલે શહેરમાં કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી અનેક ઈમારતો ધરાશાયી, 80ના મોત બાદ ઈમરજન્સી જાહેર
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી અનેક ઈમારતો ધરાશાયી, 80ના મોત બાદ ઈમરજન્સી જાહેર
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
Embed widget