શોધખોળ કરો
Advertisement
ભારતના આ ક્રિકેટરે માત્ર 4 વન-ડે રમ્યા પછી જાહેર કરી દીધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ, ધોનીનો આભાર માનીને શું કહ્યું?
33 વર્ષીય સુદીપ ત્યાગીએ 2009થી 2010 સુધી ચાર વનડે અને એક ટી20 મેચમાં ભારતનુ પ્રતિનિધિત્વ કર્યુ છે. તેને પ્રથમ શ્રેણી ક્રિકેટમાં ઉત્તર પ્રદેશ અને હૈદરાબાદનુ પ્રતિનિધિત્વ પણ કર્યુ છે. તેના નામે 41 પ્રથમ શ્રેણી ક્રિકેટમાં 109 વિકેટ છે
નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ફાસ્ટ બૉલર સુદીપ ત્યાગીએ પ્રથમ શ્રેણી ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો છે.સુદીપ ત્યાગી લંકા પ્રીમિયર લીગમાં ભાગ લઇ શકે છે.આ પહેલા ઇરફાન પઠાણ અને મુનાફ પટેલ પણ એલપીએલમાં ભાગ લેવાની જાહેરાત કરી ચૂક્યા છે. સુદીપ ત્યાગી વિદેશી લીગમાં રમનારો ભારતનો છઠ્ઠો ખેલાડી બનશે.
33 વર્ષીય સુદીપ ત્યાગીએ 2009થી 2010 સુધી ચાર વનડે અને એક ટી20 મેચમાં ભારતનુ પ્રતિનિધિત્વ કર્યુ છે. તેને પ્રથમ શ્રેણી ક્રિકેટમાં ઉત્તર પ્રદેશ અને હૈદરાબાદનુ પ્રતિનિધિત્વ પણ કર્યુ છે. તેના નામે 41 પ્રથમ શ્રેણી ક્રિકેટમાં 109 વિકેટ છે, તેને 2017માં પોતાની છેલ્લી પ્રથમ શ્રેણી મેચ રમી હતી.
સુદીપ ત્યાગીએ જોકે કહ્યું કે હજુ એલપીએલમાં રમવાનુ બરાબર નક્કી નથી પરંતુ રમવાની સંભાવના વધુ છે. સુદીપ ત્યાગીએ કહ્યું હું ભાગ્યશાળી છું કે ઉચ્ચ સ્તર પર ક્રિકેટ રમી શક્યો, ભારતનુ પ્રતિનિધિત્વ કરી શક્યો, મને આ વાત પર ગર્વ છે. મારા સફરમાં ઘણા લોકોએ મારી મદદ કરી. હું મારા પહેલા રણજી કેપ્ટન મોહમ્મદ કૈફનો આભાર માનવા ઇચ્છુછુ, જેને મને ઘણો પ્રેરિત કર્યો. હું સુરેશ રૈનાનો પણ આભારી છુ, તે પણ મારી જેમ ગાઝિયાબાદથી આવે છે, અને તેને જોઇને ક્રિકેટ રમવાનુ શરૂ કર્યુ હતુ. હું મહેન્દ્ર સિંહ ધોનીનો પણ આભારી છે જેના માર્ગદર્શન હેઠળ હુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો હતો.
ફાઇલ તસવીર
ત્યાગીએ માન્યુ કે તે ઇજાના કારણે વધુ ક્રિકેટ નથી રમી શક્યો, તેને કહ્યું મને સતત ઇજા થવાના કારણે અઢીથી ત્રણ વર્ષ માટે બહાર રહેવુ પડ્યુ, મને ખભાની ઇજા પણ થઇ, આ પછી ઘૂંટણ અને પીઠની ઇજાએ મારી કેરિયર સારી રીતે ચાલવા ના દીધી, પણ હું તેને દોષ નથી આપી શકતો. જો મને ઇજા ના થઇ હોત તો હું વધુ ક્રિકેટ રમી શક્યો હોત.
ઉલ્લેખનીય છે કે ઇરફાન પઠાણ, મુનાફ પટેલ અને ત્યાગી ઉપરાંત મનપ્રીત ગોનીની પણ એલપીએલ રમવાની સંભાવના છે. એલપીએલની પહેલી સિઝન આ મહિને શરૂ થઇ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion