બુમરાહ સહિત ભારતના આ ત્રણ ખેલાડીઓને વિજડનની Top T20 પ્લેયરની યાદીમાં સ્થાન મળ્યું
વિજડન પત્રિકાની યાદીમાં સ્થાન મેળવવું દરેક ક્રિકેટર માટે એક સપનું હોય છે. વિજડન પત્રિકાને ક્રિકેટની બાઈબલ પણ કહેવાય છે.
Wisden’s List Of 20 Greatest T20 Players: વિજડન પત્રિકાની યાદીમાં સ્થાન મેળવવું દરેક ક્રિકેટર માટે એક સપનું હોય છે. વિજડન પત્રિકાને ક્રિકેટની બાઈબલ પણ કહેવાય છે. વિજડને T20 ફોર્મેટના ટોપ 20 ખેલાડીઓની પસંદગી કરી છે. આ 20 ખેલાડીઓમાં ભારતના ત્રણ ખેલાડીઓને સ્થાન મળ્યું છે. જેમાં જસપ્રીત બુમરાહ સૌથી ઉપર છે. બુમરાહ આ યાદીમાં નંબર 4ના સ્થાને છે જે બધા ભારતીય ખેલાડીઓની સૌથી ઉપર છે. તો રાશિદ ખાન વિજડન લિસ્ટમાં જગ્યા બનાવામાં સફળ રહ્યો છે. આવો જાણીએ બાકીના કયા ખેલાડીઓને વિજડનની આ યાદીમાં કયું સ્થાન મળ્યું છે.
1. જસપ્રીત બુમરાહઃ
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે વિજડનના ટોપ 20 ખેલાડીઓમાં જગ્યા બનાવી છે. વિજડને બુમરાહને નંબર 4નું સ્થાન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, બુમરાહ પોતાની પીઠની ઈજાના કારણે ટી20 વર્લ્ડ કપ 2022માંથી બહાર થઈ ગયો હતો.
2. સૂર્યકુમાર યાદવઃ
આ યાદીમાં ભારતનો તોફાની બેટ્સમેન સૂર્યકુમાર યાદવ નંબર 6 પર છે. ટી20 ઈન્ટરનેશનલમમાં સૂર્યકુમાર યાદવ અલગ જ રંગમાં જોવા મળી રહ્યો છે. સૂર્યકુમાર લાંબા સમયથી ટી20 ફોર્મેટમાં આઈસીસી રેન્કિંગની યાદીમાં નંબર 2 પર ચાલી રહ્યો છે. હવે ટી20 વર્લ્ડકપમાં સૂર્યકુમાર યાદવના પરફોર્મન્સ પર બધાની નજર છે અને જોવાનું એ રહેશે કે શું સૂર્યકુમાર યાદવ ICCના ટી20 રેન્કિંગમાં નંબર 1નું સ્થાન મેળવશે કે નહી.
3. હાર્દિક પંડ્યાઃ
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ વિજડનની ટોપ 20 ખેલાડીઓની યાદીમાં નંબર 11નું સ્થાન મેળવ્યું છે. હાર્દિક પંડ્યા આઈપીએલ 2022 બાદથી શાનદાર ફોર્મમાં છે. હાર્દિકનું બોલિંગ અને બેટિંગમાં શાનદાર પ્રદર્શન વિજડનની યાદીમાં સ્થાન મેળવવા માટે પુરતું છે.
Mohammed Shami off to Australia: ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી 2022નો T20 વર્લ્ડ કપ શરૂ થશે. ઓસ્ટ્રેલિયામાં આયોજિત આ T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ ત્યાં પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયાને જોઈન કરવા માટે હવે ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ ભારતથી રવાના થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયા જતાં પહેલાં શમીએ તેની તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી.
શમી, સિરાજ અને શાર્દુલને તક મળશે
જસપ્રીત બુમરાહના સ્થાને નવો ખેલાડી પસંદ કરવા માટે ભારત પાસે 15 ઓક્ટોબર સુધીનો સમય છે અને તેથી ટીમ મેનેજમેન્ટ આ ત્રણ ઝડપી બોલરોની ફિટનેસનું મૂલ્યાંકન કરવા માંગે છે. ઑસ્ટ્રેલિયામાં યોગ્ય સમયે પહોંચવાથી મોહમ્મદ શમીને ત્યાંની પરિસ્થિતિઓને અનુરૂપ થવામાં પણ મદદ મળશે જેથી જ્યારે જરૂર પડે ત્યારે તે રમવા માટે તૈયાર રહે.