T20Iમાં હવે નહીં જોવા મળે સીનિયર ખેલાડીઓ ? વનડે અને ટેસ્ટમાં રખાશે ફૉકસ, - રિપોર્ટ
ટી20 વર્લ્ડકપ 2022માં ભારતયી ટીમના ખેલાડીઓની ફિટનેસ અને તેમના ઇરાદાઓ પર સવાલો ઉઠાવવામા આવ્યા હતા,
Team India Senior Players Concentrate On Test And ODI: ભારતીય ક્રિકેટ ટીમમાં આવનારા સમયમાં પરિવર્તન નક્કી છે, તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી20 વર્લ્ડકપ 2022માં ભારતીય ટીમને મળેલી હાર બાદ નવા પરિવર્તન લગભગ નક્કી થઇ ચૂક્યા છે. એક રિપોર્ટમાં સીનિયર ખેલાડીઓને હટાવવાની વાત પણ કહેવામાં આવી ચૂકી છે.
ટી20 વર્લ્ડકપ 2022માં ભારતયી ટીમના ખેલાડીઓની ફિટનેસ અને તેમના ઇરાદાઓ પર સવાલો ઉઠાવવામા આવ્યા હતા, હવે ભારતીય ટીમ ટી20માં ઇંગ્લેન્ડની જેમ યુવા ખેલાડીઓ અને યુવા ખેલાડીઓની સાથે રમવા ઇચ્છે છે.
ટેસ્ટ અને વનડેમાં રહેશે સીનિયર ખેલાડીઓનું ફૉકસ -
ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડના એક સુત્રએ સમાચાર એજન્સી પીટીઆઇને બતાવ્યું કે ટીમ ઇન્ડિયાના આગામી શિડ્યૂલમાં ટેસ્ટ અને વનડ ક્રિકેટની ભરમાર છે, વર્ષ 2023માં બે આઇસીસી ટ્રૉફી લાઇમાં છે, એટલા માટે ભારતીય લાંબા ફોર્મેટ પર ધ્યાન કેન્દ્રિત કરશે, મેનેજમેન્ટ 2024 ટી20 વર્લ્ડકપ પર ધ્યાન રાખતાં ત્યાં સુધી ક્રિકેટના નવી બ્રાન્ડને આકાર આપવા અને સ્થાપિત કરવાની આશા કરશે.
સુ્ત્રએ બતાવ્યુ છે કે, બૉર્ડ કોઇપણ ખેલાડીને રિટાયર થવાનુ નથી કહેતુ, આ એક વ્યક્તિગત નિર્ણય છે, પરંતુ હા 2023માં બહુ જ ટી20 મેચ રમાશે, આ દરમિયાન મોટા ભાગના સીનિયર ખેલાડીઓ વનડે અને ટેસ્ટ ક્રિકેટ પર ફૉકસ કરશે. સુત્રએ કહ્યું કે જો તેઓ નથી ઇચ્છતા તો તમારે રિટાયરમેન્ટની જાહેરાત કરવાની જરૂર નથી. તમે આગામી વર્ષે મોટાભાગના સીનિયર ખેલાડીઓને ટી20 ક્રિકેટમાં રમતા નહીં જુઓ. તાજેતરમાં જ ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડમાં હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં 1-0 થી ટી20 સીરીઝ જીતી હતી.
BCCI: વર્લ્ડ કપમાં હાર બાદ BCCI ફુલ એક્શન મોડમાં, હવે ટીમ ઈન્ડિયામાંથી આ દિગ્ગજને બહારનો રસ્તો બતાવ્યો!
BCCI: ટી20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું અને તેને સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ફુલ એક્શન મોડમાં આવી ગયું છે. થોડા દિવસો પહેલા, BCCIએ ચેતન શર્માની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય પસંદગી સમિતિને હટાવી દીધી હતી. હવે BCCIએ વધુ એક નિર્ણય લીધો છે.
અપટનને દ્રવિડનો ફેવરિટ માનવામાં આવે છે
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, BCCI મેન્ટલ કન્ડીશનીંગ કોચ પેડી અપટનનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવા જઈ રહ્યું નથી. એટલે કે તે બાંગ્લાદેશ પ્રવાસ પર ભારતીય ટીમ સાથે નહીં જાય. ટી-20 વર્લ્ડ કપની સમાપ્તિ સાથે પેડી અપટનનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ ગયો. દક્ષિણ આફ્રિકાના રહેવાસી પેડી અપટનને મુખ્ય કોચ રાહુલ દ્રવિડના પ્રિય માનવામાં આવે છે અને દ્રવિડની સલાહ પર જ તેને 53 વર્ષીય અપટનની માનસિક સ્થિતિ માટે નિયુક્ત કરવામાં આવ્યો હતો. 53 વર્ષીય અપટન આ વર્ષે જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દ્વારા ભારતીય ટીમ સાથે બીસીસીઆઈમાં જોડાયા હતા.