શોધખોળ કરો
ભારતની પહેલી ડે-નાઈટ ટેસ્ટ ગુજરાતના ક્યા શહેરમાં રમાશે? જાણો સૌરવ ગાંગુલીની મોટી જાહેરાત
સીપીઆઇ એમ ધારાસભ્ય અશોક ભટ્ટાચાર્યના પુસ્તકનુ કોલકત્તામાં પ્રેસ ક્લબમાં વિમોચન દરમિયાન સૌરવ ગાંગુલીએ કહ્યું કે, ડે-નાઇટ ટેસ્ટની યજમાની અમદાવાદમાં કરાશે
![ભારતની પહેલી ડે-નાઈટ ટેસ્ટ ગુજરાતના ક્યા શહેરમાં રમાશે? જાણો સૌરવ ગાંગુલીની મોટી જાહેરાત India's first day night test will be play in Ahmedabad cricket stadium ભારતની પહેલી ડે-નાઈટ ટેસ્ટ ગુજરાતના ક્યા શહેરમાં રમાશે? જાણો સૌરવ ગાંગુલીની મોટી જાહેરાત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/21182446/Team-india-03.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રતિકાત્મક તસવીર
નવી દિલ્હીઃ ભારતી ક્રિકેટ બોર્ડ- બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મંગળવારે કોલકત્તામાં કહ્યું કે અમદાવાદમાં આગામી વર્ષની શરૂઆતમાં ભારતની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ રમાશે, ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ભારત ડે-નાઇટ ટેસ્ટનુ આયોજન કરશે, ઇંગ્લેન્ડ આગામી વર્ષે જાન્યુઆરીથી માર્ચ સુધી પાંચ ટેસ્ટ મેચો અને વનડે મેચોની સીરીઝ માટે ભારતમાં આવશે. સીપીઆઇ એમ ધારાસભ્ય અશોક ભટ્ટાચાર્યના પુસ્તકનુ કોલકત્તામાં પ્રેસ ક્લબમાં વિમોચન દરમિયાન સૌરવ ગાંગુલીએ કહ્યું કે, ડે-નાઇટ ટેસ્ટની યજમાની અમદાવાદમાં કરાશે.
ભારતમાં હાલ કૉવિડ-19ના વધતા કેસોને ધ્યાનમાં રાખીને અટકળો લગાવવામાં આવી રહી હતી કે ઇંગ્લેન્ડ સામેની સીરીઝ પણ યુએએમાં સ્થાળાંતરિત કરવામાં આવી શકે છે. પરંતુ હવે ગાંગુલીના નિવેદનથી સ્પષ્ટતા થઇ ચૂકી છે.
ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝના ત્રણ સંભવિત સ્થળ અમદાવાદ, ધર્મશાળા અને કોલકત્તા થઇ શકે છે. પરંતુ ગાંગુલીએ કહ્યું તેને અંતિમ ફેંસલો નથી કર્યો, ગાંગુલીએ કહ્યું અમે કેટલીક અસ્થાઇ યોજના બનાવી છે, પરંતુ હજુ કોઇ ફેંસલો નથી કર્યો, અમારી પાસે હજુ પણ ચાર મહિનાનો સમય છે.
બીસીસીઆઇ અધ્યક્ષે કહ્યું કે તેની પ્રાથમિકતા ઓસ્ટ્રેલિયાની આગામી પ્રવાસ છે, જેના માટે ટીમનુ સિલેક્શન થોડાક દિવસોમાં થશે. તેમને કહ્યું- ઇંગ્લેન્ડ પહેલા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરીઝ થવાની છે. થોડાક દિવસોમાં આના માટે ટીમનુ સિલેક્શન કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)