શોધખોળ કરો

INDW vs AUSW: પ્રથમ ટી20માં ઓસ્ટ્રેલિયા સામે ભારતની શાનદાર જીત, સાધુ,સ્મૃતિ અને શેફાલીએ વર્તાવ્યો કહેર

INDW vs AUSW 1st T20I Full Highlights: પ્રથમ T20માં ભારતીય મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે હરાવ્યું છે. તિતસ સાધુ, સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. પ્રથમ તિતસ સાધુએ ભારત માટે ચાર વિકેટ લીધી.

INDW vs AUSW 1st T20I Full Highlights: પ્રથમ T20માં ભારતીય મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે હરાવ્યું છે. તિતસ સાધુ, સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. પ્રથમ તિતસ સાધુએ ભારત માટે ચાર વિકેટ લીધી. આ પછી સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ભારતને 9 વિકેટે જીત અપાવી. ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમો વચ્ચે પ્રથમ T20 DY પાટિલ સ્પોર્ટ્સ એકેડમી, નવી મુંબઈ ખાતે રમાઈ હતી, જેમાં ભારતે 17.4 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. ભારત તરફથી શેફાલી વર્માએ 6 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 64* રન બનાવ્યા હતા. આ સિવાય સ્મૃતિ મંધાનાએ 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 54 રન બનાવ્યા હતા.

મેચમાં ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 19.2 ઓવરમાં 141 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કાંગારૂ ટીમ માટે ફોબી લિચફિલ્ડે 49 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. ભારત તરફથી તિતસ સાધુએ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે 4 ઓવરમાં 4.20ની ઈકોનોમી સાથે 17 રન ખર્ચ્યા. ત્યારબાદ લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતીય ટીમ માટે સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ શાનદાર બેટિંગ કરીને મેચને એકતરફી બનાવી દીધી હતી.

ભારતે આ ટાર્ગેટ સરળતાથી હાંસલ કરી લીધો 

142 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારત માટે સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા ઓપનિંગમાં આવ્યા અને પ્રથમ વિકેટ માટે 137 રન (93 બોલ)ની ભાગીદારી કરી, જે 16મી ઓવરમાં સ્મૃતિ મંધાનાની વિકેટ પડતા તૂટી હતી. મંધાનાએ 52 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 54 રન બનાવ્યા હતા. આ સિવાય સાથી ઓપનર શેફાલી વર્મા 44 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારીને 64 રન બનાવીને અણનમ રહી હતી.પ્રથમ વિકેટ પડ્યા બાદ બેટિંગ કરવા આવેલી જેમિમાહ રોડ્રિગ્સે 6* રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 1 ચોગ્ગો નિકળ્યો હતો, જે ટીમ ઈન્ડિયા માટે વિનિંગ શોટ હતો.

ભારતીય બોલરોએ કહેર વર્તાવ્યો

ભારત તરફથી તિતસ સાધુએ શાનદાર બોલિંગ કરી અને 4 વિકેટ લીધી. આ સિવાય શ્રેયંકા પાટિલ અને દીપ્તિ શર્માએ 2-2 વિકેટ લીધી હતી. જ્યારે અમનજોત કૌર અને રેણુકા સિંહને 1-1 સફળતા મળી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા

France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો

રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા

Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે

Embed widget