Rajkot BJP : રાજકોટ ભાજપમાં જૂથવાદને લઈ મોટા સમાચાર , બેઠક બાદ નેતાઓએ શું કહ્યું?
Rajkot BJP : રાજકોટ ભાજપમાં જૂથવાદને લઈ મોટા સમાચાર , બેઠક બાદ નેતાઓએ શું કહ્યું?
રાજકોટમાં સર્કિટ હાઉસમાં અમિત શાહે યોજી મોટી બેઠક. રાજકોટ જિલ્લાના ધારાસભ્યો પણ આ બેઠકમાં હાજર રહ્યા. પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા પણ બેઠકમાં હાજર રહ્યા. પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ પણ બેઠકમાં હાજર રહ્યા. સર્કિટ હાઉસમાં સંગઠનના હોદ્દેદારો, મનપાના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા. આરએમસી, જિલ્લા પંચાયત, જિલ્લા શહેર સંગઠનના પદાધિકારીઓ સાથે જાહેરમાં જોવા મળ્યા.
ભાજપના નેતાએ કહ્યું કે, પ્રવૃત્તિઓ ચાલતી રહે. પ્રવૃત્તિમાં છીએ અને ભારતીય જનતા પાર્ટી મોટું ફલક છે અને હવે જ્યારે વાતાવરણ આવી ગયું છે, ત્યારે ફલકમાં આવવું જ પડે. બધાએ કમળને જીતાડવા અને સૌ સાથે મળીને કમળને જીતાડવા ચર્ચા થઈ કે સૌ સંપીને કામ કરે છે. ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે અને ખૂબ મોટા ફલક પર ત્યારે જ્યારે આજે પાર્ટી વિશ્વની મોટામાં મોટી પાર્ટી છે, એનો આનંદ છે. સભ્યોને કામ કરો એવું કઈ કીધું. ઘણા સમય પછી જાહેરમાં જોવા મળ્યા. અમને પણ આનંદ છે.





















