INDW vs AUSW: ટીમ ઇન્ડિયાની ઓસ્ટ્રેલિયા સામેની ટી20માં હાર, કેપ્ટન હરમનપ્રીતે હાર માટે બતાવ્યુ કારણ
ભારતીય મહિલા અને ઓસ્ટ્રેલિયન મહિલા વચ્ચે ત્રીજી આંતરરાષ્ટ્રીય ટી20 મેચ મુંબઇના બ્રેબૉર્ન સ્ટેડિયમમાં રમાઇ હતી. જેને ટીમ ઇન્ડિયાએ 21 રનથી ગુમાવી દીધી હતી.
India Women vs Australia Women: ભારતીય મહિલા ટીમ અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ વચ્ચે હાલમાં પાંચ મેચોની ટી20 સીરીઝ ચાલી રહી છે, ભારતીય મહિલા ટીમને ત્રીજી ટી20 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે, આ મામલે હવે ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌરે કારણ આપ્યુ છે. આ મેચમાં ભારતીય ટીમને 21 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા બીજી ટી20 મેચમાં ભારતી ટીમે શાનદાર જીત હાંસલ કરી હતી.
ભારતીય મહિલા અને ઓસ્ટ્રેલિયન મહિલા વચ્ચે ત્રીજી આંતરરાષ્ટ્રીય ટી20 મેચ મુંબઇના બ્રેબૉર્ન સ્ટેડિયમમાં રમાઇ હતી. જેને ટીમ ઇન્ડિયાએ 21 રનથી ગુમાવી દીધી હતી. હવે હરમનપ્રીતે આ મામલે કહ્યું કે, અમે હાર્યા તેના માટે અમે જવાબદાર છીએ, અમે સ્ટ્રાઇક રૉટેટ ના કરી શક્યા. કેપ્ટને કહ્યું કે, અમને વિશ્વાસ હતો કે, અમે 173 રનના લક્ષ્યનો પીછી કરી શકીએ એમ છીએ, પરંતુ વધુ ડૉટ બૉલ રમવાના કારણે દબાણમાં આવી ગયા. વધુ ડૉટ બૉલ રમવા અને સ્ટ્રાઇક રૉટેટ ના કરવાના કારણે અમારી ટીમ 20 ઓવરમાં 7 વિકેટો ગુમાવીને માત્ર 151 રન જ બનાવી શકી. આ હાર સાથે ભારતીય મહિલા ટીમ પાંચ મેચોની આ ટી20 સીરીઝમાં 2-1થી પાછળ પડી ગઇ છે.
ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમ -
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટ-કીપર), જેમિમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા સિંહ ઠાકુર, મેઘના સિંહ, અંજલિ સરવાણી, દેવિકા વૈધ, એસ.મેઘના, ઋચા ઘોષ (વિકેટકીપર), હરલીન દેઓલ.
ઓસ્ટ્રેલિયન ટીમના ભારત પ્રવાસનું સંપૂર્ણ શિડ્યુલ
9 ડિસેમ્બર પ્રથમ T20 મેચ – DY પાટિલ સ્ટેડિયમ
11 ડિસેમ્બર 2જી T20 મેચ – ડીવાય પાટિલ સ્ટેડિયમ
14 ડિસેમ્બર 3જી T20 મેચ - બ્રેબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ
17 ડિસેમ્બર 4થી T20 મેચ - બ્રેબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ
20 ડિસેમ્બર 5મી T20 મેચ - બ્રેબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ
નોંધનીય છે કે મહિલા ટી20 વર્લ્ડ કપ 2023 આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં દક્ષિણ આફ્રિકામાં યોજાશે. આવી સ્થિતિમાં વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયન ટીમ વચ્ચેની આ શ્રેણી બંને માટે ઘણી મહત્વપૂર્ણ બની જશે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા બંને વર્લ્ડ કપ માટે પ્રબળ દાવેદાર છે.