શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2020માં તમામની નજર ધોની પર રહેશેઃ ડિન જોન્સ
કોવિડ-19ના કારણે મળેલો બ્રેક ધોની માટે લાભદાયી સાબિત થઈ શકે છે. હાલ ભારતીય ટીમના પસંદગીકર્તા કેએલ રાહુલ અને રિષભ પંત સાથે છે.
નવી દિલ્હીઃ વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનનું આયોજન 19 સપ્ટેમ્બરથી 8 નવેમ્બર વચ્ચે UAEમાં થશે. ઓસ્ટ્રેલિયાની પૂર્વ બેટ્સમેન અને જાણીતા કોમેન્ટેટર ડીન જોન્સનું માનું છે કે IPL 2020માં તમામની નજર પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની પર રહેશે. ધોની આઈપીએલમાં સારું પ્રદર્શન કરીને ટીમમાં વાપસી કરી શકે છે.
જોન્સે કહ્યું, કોવિડ-19ના કારણે મળેલો બ્રેક ધોની માટે લાભદાયી સાબિત થઈ શકે છે. હાલ ભારતીય ટીમના પસંદગીકર્તા કેએલ રાહુલ અને રિષભ પંત સાથે છે. પરંતુ મારું માનવું છે કે જો ધોની આઈપીએલ 2020માં સારું પ્રદર્શન કરશે તો ટીમમાં પરત ફરી શકે છે પરંતુ જો ધાર્યા મુજબનો દેખાવ નહીં કરે તો ભારતીય ટીમમાં સામેલ થવાની સંભાવના ઘટી જશે.
તેણે કહ્યું, ધોની સુપરસ્ટાર ખેલાડી છે તેમાં કોઈ શંકા નથી. તે એક મહાન ખેલાડી છે. હાલ ભલે ટીમ મેનેજમેન્ટ પંત અને રાહુલ સાથે હોય પરંતુ આજે પણ ટીમ ઈન્ડિયાની સૌથી મોટી સમસ્યા ફિનિશરની છે.
ધોની 2019ના વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે થયેલી હાર બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion