શોધખોળ કરો
Advertisement
RCB vs KXIP IPL 2020: કિંગ્સ ઇલેવન પંજાબે બેંગ્લોરને 8 વિકેટથી હરાવ્યું, રાહુલ-ગેલની તોફાની બેટિંગ
આ સીઝનની પ્રથમ મેચ રમી રહેલા ક્રિસ ગેલે તોફાની બેટિંગ કરતા 45 બોલમાં 1 ફોર અને 5 સિક્સ સાથે 53 રન બનાવ્યા હતા. જ્યારે રાહુલે 49 બોલમાં 5 સિક્સ અને 1 ફોર સાથે 61 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.
RCB vs KXIP IPL 2020: કિંગ્સ ઈલેવન પંજાબ અને રોયલ ચેલેજર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં પંજાબે 8 વિકેટથી બેંગ્લોરને હરાવ્યું હતું. 172 રનના લક્ષ્યાંકનો પીછો કરતા પંજાબે 20મી ઓવરના અંતિમ બોલે મેચ જીતી હતી. નિકોલસ પૂરને શાનદાર વિજયી સિક્સ ફટકારી હતી. આ જીત સાથે પંજાબની આ બીજી જીત છે.
આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેજર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 171 રન બનાવ્યા હતા.
આ સીઝનની પ્રથમ મેચ રમી રહેલા ક્રિસ ગેલે તોફાની બેટિંગ કરતા 45 બોલમાં 1 ફોર અને 5 સિક્સ સાથે 53 રન બનાવ્યા હતા. જ્યારે રાહુલે 49 બોલમાં 5 સિક્સ અને 1 ફોર સાથે 61 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. મયંક અગ્રવાલે 4 ફોર અને ત્રણ સિક્સની મદદથી 45 રનનું યોગદાન આપ્યું હતું. પંજાબ તરફથી મોહમ્મદ શમી, મુરુગન અશ્વિને બે-બે વિકેટ ઝડપી હતી.
બેંગ્લોર તરફથી કોહલીએ 39 બોલમાં 3 ફોરની મદદથી 48 રન કર્યા હતા. જ્યારે ક્રિસ મોરિસ 8 બોલમાં 3 સિક્સ અને 1 ફોરની મદદથી 25 રન બનાવ્યા હતા.
રોયલ ચેલેજર્સ બેંગ્લોર
આરોન ફિન્ચ, દેવદત્ત પડિક્કલ, વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડિવિલિયર્સ, શિવમ દુબે, ક્રિસ મોરિસ, સુંદર, ઇસુરુ ઉદાના,મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની અને યુઝવેન્દ્ર ચહલ
કિંગ્સ ઈલેવન પંજાબ :
લોકેશ રાહુલ, ક્રિસ ગેલ, મયંક અગ્રવાલ, નિકોલસ પૂરન, ગ્લેન મેક્સવેલ, દિપક હુડા, ક્રિસ જોર્ડન, રવિ બિશ્નોઇ, એમ અશ્વિન, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion