શોધખોળ કરો
Advertisement
IPL 2020ની સ્પૉન્સર બનેલી Dream11 પર ચીની કંપનીનું રોકાણ હોવાના ઉઠ્યા સવાલો
ડ્રીમ 11 પહેલા જ છેલ્લા કેટલાક વર્ષોથી આઇપીએલના પ્રયોજન સાથે જોડાયેલા છે, આઇપીએલ અધ્યક્ષ વૃજેશ પટેલે જણાવ્યુ કે ડ્રીમ 11એ 222 કરોડ રૂપિયાની બોલીની સાથે અધિકાર હાંસલ કરી લીધો છે
નવી દિલ્હીઃ આઇપીએલ 2020ની સિઝન માટે વીવોની જગ્યાએ ડ્રીમ 11 મુખ્ય સ્પૉન્સર બની ગઇ છે. ડ્રીમ 11એ લગભગ સાડા ચાર મહિનાના કૉન્ટ્રાક્ટ માટે 222 કરોડ રૂપિયાની બોલી લગાવીને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નુ ટાઇટલ સ્પૉન્સર હાંસલ કરી લીધુ છે. ડ્રીમ 11 પહેલા જ છેલ્લા કેટલાક વર્ષોથી આઇપીએલના પ્રયોજન સાથે જોડાયેલા છે, આઇપીએલ ગર્વનિંગ કાઉન્સિલના ચેરમેન બ્રિજેશ પટેલે જણાવ્યુ કે ડ્રીમ 11એ 222 કરોડ રૂપિયાની બોલીની સાથે અધિકાર હાંસલ કરી લીધો છે.
એ વાતની પણ સંભાવના છે કે ડ્રીમ 11 વર્ષ 2022 સુધી આઇપીએલની સ્પૉન્સરશીપ ચાલુ રાખે. આ માટે તેને 2021 માટે પ્રત્યેક માટે 240 કરોડ રૂપિયાનુ ચૂકવણુ કરવુ પડશે. આ ત્રણ વર્ષ માટે પ્રતિ વર્ષ એવરેજ 234 કરોડ રૂપિયા આવશે. હવે ડ્રીમ 11માં ચીની કંપની ટેનસેન્ટના રોકાણને લઇને સવાલો ઉઠવા લાગ્યા છે.પરંતુ બીસીસીઆઇના અંદરના સુત્રોએ કહ્યું કે, આ 10 ટકાથી પણ ઓછુ છે. ડ્રીમ 11 એક ભારતીય કંપની છે જેની સ્થાપના હર્ષ જૈન અને ભાવિત શેઠે કરી છે.
બીસીસીઆઇના એક સુત્રએ જણાવ્યુ કે, ડ્રીમ 11ના હિતધારકોમાં સામેલ આ સંસ્થાપક અને 400થી વધુ કર્મચારી ભારતીય છે. અધિકારીએ જણાવ્યુ કે, કલારી કેપિટલ અને મલ્ટીપલ્સ ઇક્વિટી તેના ભારતીય રોકાણકારો છે. એટલુ જ નહીં ડ્રીમ 11નુ ઉત્પાદના ઉપયોગ ભારતીય દ્વારા કરવામાં આવે છે. ટેનસેન્ટનો હિસ્સો માત્ર એક અંકમાં જ છે. ડ્રીમ11 આ વર્ષે આઈપીએલ ડટાઈટલ સ્પોન્સર રહેશે. આ માટે ડ્રીમ11 250 કરોડ રૂપિયા ચૂકવશે. આઈપીએલ ટાઈટલ સ્પોન્સની રેસમાં એનએકેડમી ટાટા અને બાયજૂ પણ હતા. એનએકેડમીની બોલી 210 કરોડ, ટાટાની 180 કરોડ અને બાયજૂની 125 કરોડ રૂપિયા હતા.
નોંધનીય છે કે, આ પહેલા VIVO આઈપીએલ ટાઈટલ સ્પોન્સર હતી, પંરતુ ભારત અને ચીનની વચ્ચે વધતા વિવાદને કારણે બીસીસીઆઈએ આ સીઝન માટે વીવીને બહાર કરી દીધી હતી. વીવોએ વર્ષ 2018માં 2022 સુધી પાંચ વર્ષ માટે 2190 કરોડ રૂપિયા (દરેક વર્ષે 440 કરોડ રૂપિયા) આઈપીએલ ટાઈટલ સ્પોન્સરના અધિકાર મેળવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement