શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મુબઈ ઈન્ડિયન્સના સૂર્યકુમારની બેટિંગથી અકળાયેલો વિરાટ તેની પાસે જઈને સ્લેજિંગ કરવા માંડ્યો, યાદવે શું કર્યું ?
13મી ઓવરના અંતિમ બોલ પર સૂર્યકુમાર યાદવે કવર તરફ શોટ રમ્યો જ્યાં કોહલી ઉભો હતો.
IPL 2020 MI vs RCB: મુંબઈના દિગ્ગજ સૂર્યકુમાર યાદવની શાનદાર હાફ સેન્ચુરીના જોરે મુંબઈ ઇન્ડિયન્સે આરસીબીને 5 વિકેટે હરાવીને પ્લેઓફમાં સ્થાન બનાવી લીધું છે. સૂર્યકુમાર યાદવે 79 રન બનાવીને અણનમ રહ્યા. તેણે 43 બોલમાં આ રન બનાવ્યા જેમાં 100 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ છે. એક તરફ જ્યાં સૂર્યકુમર યાદવે પોતાની બેટિંગથી ફેન્સનું દિલ જીતી લીધું તો પોતાના વ્યવહારથી પણ દિલ જીતવામાં સફળ રહ્યા. મેચ દરમિયાન જ્યારે સૂર્યકુમાર યાદવ 40 રન પર બેટિંગ કરી રહ્યા હતા ત્યારે આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ તેની સાથે સ્લેજિંગ કરતા જોવા મળ્યા હતા.
13મી ઓવરના અંતિમ બોલ પર સૂર્યકુમાર યાદવે કવર તરફ શોટ રમ્યો જ્યાં કોહલી ઉભો હતો. શોટ રમ્યા બાદ સૂર્યકુમાર યાદવ એક નજરે કોહલીને જોતો રહ્યો, ત્યાર બાદ કોહલી કવર તરફથી ચાલીને બેટ્સમેન તરફ આવ્યો અને શાં થઈને જોવા લાગ્યો. જોકે બન્ને વચ્ચે વાતચીત ન થઈ પરંતુ સૂર્યકુમાર યાદવે એક નજરે કોહલીને જોઈને પોતાનો ઈરાદો વ્યક્ત કરી દીધો હતો.
મુંબઈ ઇન્ડિયન્સે 5 વિકેટથી આરસીબીને હરાવીને પ્લેઓફમાં સ્થાન બનાવી લીધું છે. મુંબઈ ઇન્ડિયન્સના હવે 16 પોઈન્ટ થઈ ગયા છે. સૂર્યકુમાર યાદવની ઇનિંગે ફેન્સનું દિલ જીતી લીધું. હરભજન સિંહે ફરી એક વખત ટ્વીટ કર્યું અને લખ્યું કે, આશા છે કે સીલેક્ટર્સે સૂર્યકુમારની આ ઇનિંગ જોઈ હશે. સૂર્યકુમારે અત્યાર સુધી 12 મેચમાં 362 રન બનાવ્યા છે.
Love u Surya. That's the way u deal 💯#MIvsRCB pic.twitter.com/8q1mMW0WSF
— HITMAN 🦋 (@ROxSSR45) October 28, 2020
સૂર્યકુમાર યાદવની આઇપીએલમાં આ 10મી હાફ સેન્ચુરી હતી. જણાવીએ કે, આરબીસીએ પ્રથમ રમતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા હતા જેની સામે મુંબઈએ 5 વિકેટ ગુમાવીને 19.1 ઓવરમાં 166 રનનો ટાર્ગેટ મેળવી લીધો.That stare game between Suryakumar Yadav and Virat Kohli says it all 🔥 He is on a mission ❤️ not getting selected has seriously affected him 😢 #SuryakumarYadav #Virat #kohli #surya #mi #RCB #MIvsRCB #IPL #BCCI #Australia #selectdugout @IPL @mipaltan @RCBTweets @surya_14kumar pic.twitter.com/hAj34Fd1Ht
— Vishal Ghandat (@vishalghandat1) October 28, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion