શોધખોળ કરો
Advertisement
રાજસ્થાન અને ચેન્નાઇની મેચમાં બન્યો આઇપીએલનો આ ખાસ રેકોર્ડ, જાણો વિગતે
આ મેચમાં રોમાંચક લેવલ બાદ રાજસ્થાન રૉયલ્સે મેચ જીતી લીધી હતી. જોકે, આ મેચમાં કેટલાક રેકોર્ડ પણ બન્યા જેમાં છગ્ગા ફટકારવાનો રેકોર્ડ ખાસ રહ્યો હતો
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનની ચોથી મેચ ચેન્નાઇ અને રાજસ્થાન વચ્ચે રમાઇ હતી, આ મેચમાં રોમાંચક લેવલ બાદ રાજસ્થાન રૉયલ્સે મેચ જીતી લીધી હતી. જોકે, આ મેચમાં કેટલાક રેકોર્ડ પણ બન્યા જેમાં છગ્ગા ફટકારવાનો રેકોર્ડ ખાસ રહ્યો હતો.
છગ્ગાનો રેકોર્ડ
રાજસ્થાન રૉયલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચેની મેચમાં કુલ 33 છગ્ગા વાગ્યા, જે આઇપીએલની એક મેચમાં સૌથી વધુ છગ્ગા વાગવા રેકોર્ડની બરાબરી થઇ છે. વર્ષ 2018માં સીએસકે અને આરસીબીની વચ્ચે રમાયેલી મેચમાં પણ 33 છગ્ગા વાગ્યા હતા.
સૌથી વધુ છગ્ગા ફટકારાયા હોય એવી પાંચ મેચોની વાત કરીએ તો વર્ષ 2018માં જ સીએસકે અને કેકેઆર વચ્ચેની મેચમાં 31 છગ્ગા વાગ્યા હતા. વર્ષ 2018માં જ કિંગ્સ ઇલેવન પંજાબ અને કેકેઆર વચ્ચેની મેચમાં પણ 31 છગ્ગા વાગ્યા હતા. આ ઉપરાંત વર્ષ 2017માં એક મેચ દરમિયાન 31 છગ્ગા જોવા મળ્યા હતા, વર્ષ 2017માં જે મેચમાં 31 છગ્ગા લાગ્યા હતા, તે મેચ દિલ્હી અને ગુજરાત લાયન્સની વચ્ચે રમાઇ હતી.
ઉલ્લેખનીય છે કે સીએસકે અને આરઆર વચ્ચેની મેચમાં ધોનીએ ટૉસ જીતીને રાજસ્થાનને પહેલા બેટિંગ આપી હતી, રાજસ્થાને પહેલા બેટિંગ કરતા 7 વિકેટ ગુમાવીને 216 રન બનાવ્યા હતા. જ્યારે લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઇની ટીમ 20 ઓવર રમીને માત્ર 199 બનાવી શકી હતી, અને રાજસ્થાને 16 રને મેચ જીતી લીધી હતી.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement