શોધખોળ કરો
Advertisement
IPL 2020 RR vs CSK: જોફ્રા આર્ચરે માત્ર બે બોલમાં જ ઠોકી દીધા 27 રન, જાણો કેવી રીતે
રાજસ્થાને 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 216 રન ફટકાર્યા હતા. રાજસ્થાનની ઈનિંગમાં કુલ 17 છગ્ગા લાગ્યા હતા.
IPL 2020 RR vs CSK: ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ-2020માં આજે ચોથો મુકાબલો રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં ધોનીના નેતૃત્વ હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. રાજસ્થાને 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 216 રન ફટકાર્યા હતા. રાજસ્થાનની ઈનિંગમાં કુલ 17 છગ્ગા લાગ્યા હતા.
મેચમાં સંજુ સેમસને વિસ્ફોટક બેટિંગ કરી હતી. તેણે 32 બોલમાં 9 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 74 રન બનાવ્યા હતા. તેણે બીજી વિકેટ માટે સ્ટીવ સ્મિથ સાથે 121 રનની ભાગીદારી કરી હતી. સ્ટીવ સ્મિથે 47 બોલમાં 4 છગ્ગા અને 4 ચોગ્ગા વડે 69 રન બનાવ્યા હતા. જોફ્રા આર્ચર 8 બોલમાં 27 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.
19મી ઓવરમાં રાજસ્થાનનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 186 રન હતો. જે બાદ છેલ્લી ઓવર માટે ધોનીએ લુંગી એન્ગિડીને બોલ સોંપ્યો હતો. આર્ચરે પ્રથમ બોલ પર સિક્સ, બીજા બોલ પર સિક્સ ફટકારી હતી. જે બાદ ત્રીજો દડો નો બોલ ફેંક્યો, જેના પર આર્ચરે છગ્ગો મારતા એક બોલમાં સાત રન મળ્યા હતા. જે બાદનો બોલ ફરી એન્ગિડીએ નો બોલ નાંખ્યો અને તેના પર પણ સિક્સ ઠોકી. આ બોલ પર તેને સાત રન મળ્યા. જે બાદ એક વાઇડ બોલ ફેંક્યો હતો. આ રીતે આર્ચરે માત્ર બે બોલમાં જ 27 રન ઠોકી દીધા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion