શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2020 KKR vs MI: કોલકાતા અને મુંબઈ વચ્ચેની મેચમાં તૂટી શકે છે આ રેકોર્ડ્સ, રોહિત શર્મા પર રહેશે નજર
આઈપીએલ 2020ની પાંચમી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચમાં અનેક રેકોર્ડ બની શકે છે.
IPL 2020 KKR vs MI: આઈપીએલ 2020ની પાંચમી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે આજે સાંજે 7.30 વાગ્યાથી અબુ ધાબીમાં રમાશે. મુંબઈ ઈન્ડિયન્સે આ સીઝનના પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. એવામાં તે હવે સીઝનની પ્રથમ જીત નોંધાવાનો પ્રયાસ કરશે. જ્યારે કોલકાતાની નજર જીત સાથે સીઝનની શરુઆત કરવા પર રહશે. જો કે, આ મેચમાં કાંટાની ટક્કર જોવા મળી શકે છે. આ મેચમાં અનેક રેકોર્ડ બની શકે છે અથવા તૂટી શકે છે.
આઈપીએલમાં રોહિત શર્માના નામે 294 સિક્સ છે. એવામાં જો રોહિત આ મેચમાં 6 સિક્ક નોંધાવશે તો આઈપીએલમાં 200 સિક્સ લગાવનાર ચોથો બેટ્સમેન બની જશે. આઈપીએલમાં અત્યાર સુધી ક્રિસ, ગેલ, એબી ડિવિલિયર્સ અને એમએસ ધોની જ આ કારનામું કરી શક્યા છે.
જો રોહિત શર્મા આ મેચમાં 90 રન બનાવશે તો તે આઈપીએલમાં પોતાના 5 હજાર રન પૂરા કરી લેશે. અને આ રેકોર્ડ બનાવનાર રોહિત ત્રીજો ખેલાડી બની શકે છે. આ કારનામું માત્ર વિરાટ કોહલી અને સુરેશ રૈના જ કરી ચૂક્યા છે.
આઈપીએલમાં મુંબઈ માટે સૂર્યકુમાર યાદવના નામે 953 રન છે. જો તે કોલકાતા વિરુદ્ધની મેચમાં 47 રન બનાવશે તો તે મુંબઈ માટે 1000 રન પૂરા કરી લેશે. મુંબઈ માટે અત્યાર સુધી 10 બેટ્સમેન આ કારનામું કરી ચૂક્યા છે.
મુંબઈ ઈન્ડિયન્સના કીરન પોલાર્ડની આ 150મીં આઈપીએલ મેચ છે. જો આજે રમશે તો આઈપીએલમાં એક જ ટીમ માટે 150 મેચ રમનાર પહેલો વિદેશી ખેલાડી બની જશે. અત્યાર સુધી ત્રણ ભારતીય ક્રિકેટર આ કારનામું કરી ચૂક્યા છે.
કોલકાતા નાઈટ રાઈડર્સના સુનીલ નારેન આ મેચમાં 6 સિક્સ ફટકારીની કેકેઆર માટે પોતાની 50 સિક્સ પૂરી કરી શકે છે. તેની સાથે દિનેશ કાર્તિક આ મેચમાં બે સ્ટંપિંગ કરશે તો ટી20 ક્રિકેટમાં સૌથી વધુ સ્ટંપિંગ કરનાર ત્રીજો વિકેટકીપર બની જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion