શોધખોળ કરો
Advertisement
IPL 2021: સૌથી વધારે ડિમાન્ડમાં છે સ્ટીવ સ્મિથ, જાણો કઈ ટીમની છે નજર
સ્મિથની બેસ પ્રઈઝ બે કરોડ રૂપિયા છે. સ્મિથે હાલમાં જ ભારત વિરૂદ્ધ રમાયેલ આ વનડે સીરીઝમાં સતત બે મેચમાં 62 બોલ પર બે સેન્ચુરી ફટકારી હતી.
IPL 2021: ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝન માટે ખેલાડીઓની આજે હરાજી થશે. આજે હરાજીમાં આમ તો 291 ખેલાડી સામેલ હશે પરંતુ બધાની નજર ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ પર છે. વિતેલા વર્ષે રાજસ્થાન રોયલ્સે સ્મિથની આગેવાનીમાં આઈપીએલ રમી હતી. પરંતુ ટૂર્નામેન્ટમાં નિરાશાનજક પ્રદર્શન બાદ રાજસ્થાને સ્મિથને રિલીઝ કરવાનો નિર્ણય કર્યો હતો.
પંજાબ કિંગ્સ, કોલકાતા નાીટ રાઈડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ સ્મિથને પોતાની સાથે સામેલ કરવામાં રસ દાખવી શકે છે. સ્મિથની બેસ પ્રઈઝ બે કરોડ રૂપિયા છે. પંજાબની પાસે સૌથી વધારે 53.2 કરોડ રૂપિયા છે અને તે સ્મિથ અને લાબુશેને માટે બોલી લગાવી શકે છે. હાલમાં તેણે ટોચના ક્રમની ચિંતા નથી, પરંતુ ક્રિસ ગેલના તમામ મેચમાં રમવા પર શંકા છે, માટે તે સ્મિથ પર દાબ લગાવી શકે છે.
ડિમાન્ડમાં છે સ્ટીવ સ્મિથ
સ્મિથ પર આરસીબી અને ચેન્નઈ સુપર કિંગ્સની પણ નજર છે. આ બન્ને ટીમોને મિડલ ઓર્ડરમાં એક એવા બેટ્સમેનની જરૂરત છે ચે ઝડપથી વિકેટ જવા પર ઇનિંગ સંભાળવાની ક્ષમતા રાખતો હોય. તેની સાથે જ તે જરૂરત પડવા પર તે ઝડપથી રન બનાવી શકે.
આ બન્ને સ્થિતિ માટે સ્મિથ એકદમ ફિટ ખેલાડી છે. સ્મિથે હાલમાં જ ભારત વિરૂદ્ધ રમાયેલ આ વનડે સીરીઝમાં સતત બે મેચમાં 62 બોલ પર બે સેન્ચુરી ફટકારી હતી. વિતેલી સીઝનમાં પણ રાજસ્થાન તરફથી ઓપનિંગ કરતાં સ્મિથે ઝડપથી બેટિંગ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion