શોધખોળ કરો

IPL 2021: CSK ને ચોથી વખત ચેમ્પિયન બનાવી શકશે ધોની ? આજે KKR સામે ફાઈનલ મુકાબલો

IPL 2021, CSK vs KKR Final: આઇપીએલના ટાઈટલ જંગમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો થશે. ધોનીની કેપ્ટન્સી હેઠળની ચેન્નાઈની અનુભવી ટીમ કોલકાતા સામે ફાઈનલ રમવા ઉતરશે,

IPL 2021 Final: આઇપીએલના ટાઈટલ જંગમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો થશે. ધોનીની કેપ્ટન્સી હેઠળની ચેન્નાઈની અનુભવી ટીમ કોલકાતા સામે ફાઈનલ રમવા ઉતરશે, ત્યારે તેમની નજર ચોથી વખત આઇપીએલમાં ચેમ્પિયન બનવા તરફ રહેશે. ચેન્નાઈ વર્ષ ૨૦૧૦, ૨૦૧૧ અને ૨૦૧૮માં આઇપીએલ ટાઈટલ જીતી ચુક્યું  છે. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ ત્રીજી વખત ટાઈટલ જીતવાનો પ્રયાસ કરશે.

કોલકાતા ગંભીરની કેપ્ટન્સીમાં વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૪માં આઇપીએલ ટ્રોફી જીત્યું હતું. હવે ધોની અને મોર્ગનની ટીમો વચ્ચેનો મુકાબલો દુબઈમાં ભારતીય સમય પ્રમાણે સાંજે ૭.૩૦ વાગ્યાથી શરૃ થશે. આઇપીએલના ઈતિહાસમાં સૌથી સફળ ટીમોમાં સ્થાન ધરાવતું ચેન્નાઈ સુપર કિંગ્સ નવમી ફાઈનલ રમવાની તૈયારી કરી રહ્યું છે. જેના કારણે કાગળ પર તો તેઓ જ ચેમ્પિયન બનવા માટે ફેવરિટ છે. જોકે, તેઓ પાંચ વખત ફાઈનલમાં હારી ચૂક્યા છે. બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સ આઇપીએલમાં બે ફાઈનલ રમ્યું છે અને બંને જીત્યું છે, જેના કારણે ફાઈનલમાં તેનો રેકોર્ડ ૧૦૦ ટકા છે. ચેન્નાઈ ગૂ્રપ સ્ટેજની આખરી ત્રણ મેચ હાર્યા બાદ ક્વોલિફાયર વનમાં દિલ્હી સામે જીત્યું હતુ. જ્યારે કોલકાતા સળંગ ચાર વિજયના આત્મવિશ્વાસ સાથે ફાઈનલમાં રમવા ઉતરશે. તેઓ વિજયનો સિલસિલો જારી રાખવાનો પ્રયાસ કરશે.

સ્પિનરો નિર્ણાયક સાબિત થઈ શકે

કોલકાતાનો મદાર સુનિલ નારાયણ, શાકિબ અને વરૃણ ચક્રવર્થીની સ્પિન ત્રિપુટી પર રહેલો છે. જેણે ટુર્નામેન્ટમાં શાનદાર દેખાવ કર્યો છે. જ્યારે ચેન્નાઈની ટીમના સ્પિન આક્રમણનો આધાર જાડેજાની સાથે સાથે મોઈન અલી પર રહેલો છે. દુબઈની પીચ પર સ્પિનરો જાદુ ચલાવતા હોય છે. તે જોતા કોલકાતાનો હાથ સ્પિનરોની બાબતમાં ઉપર રહેશે તેમ મનાય છે.

 રનચેઝ કરનારી ટીમનો કેવો છે રેકોર્ડ

દુબઈમાં રમાનારી આઇપીએલની ફાઇનલમાં ચેન્નાઈનો મુકાબલો કોલકાતા સામે થશે. દુબઈમાં રમાયેલી આઇપીએલની છેલ્લી આઠ મેચમાં રનચેઝ કરનારી ટીમ જ વિજેતા બની છે. જેના કારણે ટોસ જીતનારી ટીમ હરિફટીમને બેટિંગમાં ઉતારશે તે નક્કી લાગી રહ્યું છે. આ મેદાન પર છેલ્લે ક્વોલિફાયર-વન રમાઈ હતી. જેમાં ચેન્નાઈએ ચાર વિકેટથી દિલ્હીને પરાજય આપ્યો હતો. કોલકાતા આઇપીએલની આ સિઝનમાં સાત મેચ રનચેઝ કરતાં જીતી ચૂકી છે. જ્યારે ચેન્નાઈની ટીમે રનચેઝમાં છ મેચો જીતી છે. આઇપીએલની છેલ્લી પાંચ મેચમાં પણ રનચેઝ કરનારી ટીમ વિજેતા બની છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Embed widget