CSK vs DC: વિરાટ કોહલીને પછાડી ચેન્નઈ સામે શિખર ધવને બનાવ્યો આ ખાસ રેકોર્ડ, જાણો વિગતે
શિખર ધવન (Shikhar Dhawan)ની 85 રનની ઇનિંગ્સથી દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપરકિંગ્સને 7 વિકેટથી હરાવ્યું હતું.
IPL 14: ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 (IPL)મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સની ટીમે જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરી છે. શિખર ધવન (Shikhar Dhawan)ની 85 રનની ઇનિંગ્સથી દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપરકિંગ્સને 7 વિકેટથી હરાવ્યું હતું. આ શાનદાર ઇનિંગની સાથે શિખર ધવને આઈપીએલ (IPL)માં અનેક મોટા રેકોર્ડ પોતાના નામે કરવામાં સફળ રહ્યો છે.
સીએસકે (CSK) સામે સૌથી વધુ રન બનાવવાના મામલે શિખર ધવને આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ને પાછળ પાડી દીધો છે. 85 રનની ઇનિંગ બાદ ધવને સીએસકે સામે 910 રન બનાવી લીધા છે. આ મેચ પહેલા વિરાટ કોહલી સીએસકે સામે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. વિરાટ કોહલીએ સીએસકે સામે 901 રન બનાવ્યા છે.
ધવને બનાવ્યો 600 ચોગ્ગાનો રેકોર્ડ
શિખર ધવને ઇનિંગમાં 10 ચોગ્ગા અને બે સિક્સ ફટકારી હતી. શિખર ધવન આઈપીએલના ઇતિહાસમાં 600 ચોગ્ગા ફટકારનારો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. શિખર ધવન આઈપીએલમાં અત્યાર સુધીમાં 601 બાઉન્ડ્રીઝ નોંધાવી ચૂક્યો છે. ડેવિડ વોર્નર 510 ચોગ્ગા સાથે બીજા અને વિરાટ કોહલી 507 ચોગ્ગા સાથે ત્રીજા ક્રમે છે.
વોર્નરનો રેકોર્ડ તોડ્યો
આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં શિખર ધવન હવે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. શિખર ધવન ડેવિડ વોર્નર (David Warner)ને પછાડી દીધો છે. ધવન, વિરાટ કોહલી અને સુરેશ રૈના બાદ આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનારો ત્રીજો ખેલાડી બની ગયો છે.
સીએસકે સામે દિલ્હીની 7 વિકેટે જીત
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે 20 ઓવરમાં 188 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ માટે શિખર ધવને પૃથ્વી શો સાથે પ્રથમ વિકેટ માટે 138 રનની ભાગીદારી કરી હતી. સીએસકે દ્વારા 18.4 ઓવરમાં મેળવેલા લક્ષ્યને પ્રાપ્ત કરીને દિલ્હીએ આઈપીએલ પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે. શિખર ધવને 85 રન અને પૃથ્વી શૉએ 72 રનની શાનદાર ઈનિંગ રમી હતી. દિલ્હીના કેપ્ટન રિષભ પંતે 4 ફટકારીને ટીમને જીત અપાવી હતી.
મહામંડલેશ્વર ભારતીબાપુ 93 વર્ષની વયે થયા બ્રહ્મલીન, સાધુ-સંતોમાં શોકનો માહોલ