(Source: ECI/ABP News/ABP Majha)
IPLમાં મળેલા રૂપિયાથી કોરોનાગ્રસ્ત પિતાની સારવાર કરાવી રહ્યો છે આ ગુજરાતી ક્રિકેટર
ચેતન સાકરિયાએ કહ્યુ, હું નસીબદાર છું કે થોડા દિવસ પહેલા જ ફ્રેન્ચાઇઝીએ મારા હિસ્સાની ચૂકવણી કરી હતી. મેં તરત જ ઘરે પૈસા મોકલ્યા અને તેનાથી મારા પિતાની સારવારમાં ઘણી મદદ મળી.
ભાવનગરઃ કોવિડ-19 મહામારીએ (Covid-19 Pandemic) સમગ્ર ભારતમાં કહેર મચાવ્યો છે અને સતત પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. આઈપીલ-2021 (IPL 2021) પણ કોરોના મહામારીના કારણે અધવચ્ચેથી સ્થગિત કરી દેવામાં આવી છે અને આ લીગમાં રમતાં અનેક ખેલાડીઓ અને તેમના પરિવારજનો કોરોનાથી સંક્રમિત થયા છે. આ લિસ્ટમાં રાજસ્થાન રોયલ્સના (Rajasthan Royals) ફાસ્ટ બોલર અને ગુજરાતી ક્રિકેટર ચેતન સાકરિયા (Chetan Sakariya) પણ સામેલ છે.
ચેતનના પિતા કોવિડ પોઝિટિવ (Covid Positive) આવ્યા છે અને જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે આઈપીએલમાં મળેલા રૂપિયાથી પિતાની સારવાર કરાવી રહ્યો છે. ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતાં ચેતન સાકરિયાએ કહ્યુ, હું નસીબદાર છું કે થોડા દિવસ પહેલા જ ફ્રેન્ચાઇઝીએ મારા હિસ્સાની ચૂકવણી કરી હતી. મેં તરત જ ઘરે પૈસા મોકલ્યા અને તેનાથી મારા પિતાની સારવારમાં ઘણી મદદ મળી. ચેતનના કહેવા મુજબ તેના પિતા એક સપ્તાહ પહેલા કોવિડ પોઝિટિવ આવ્યા હતા. જો આઈપીએલ ન હોત તો તે પિતાની સારવાર ન કરાવી શકત.
આઈપીએલ બંધ કરવા મુદ્દે વાત કરતાં તેણે કહ્યું, કેટલાક લોકો તેને બંધ કરી દેવાની માંગ કરે છે પરંતુ હું કહેવા માંગુ છું કે મારા પરિવારમાં એકમાત્ર કમાનારો વ્યક્તિ છું. ક્રિકેટ મારી કમાણીનું એક માત્ર સાધન છે. હું મારા પિતાની આઈપીએલમાંથી મળેલા રૂપિયાથી જ સારી સારવાર કરાવી શકુ છું અને જો આ ટુર્નામેન્ટ ન હોત તો કદાચ તેમની સારવાર પણ શક્ય ન બનત. હું ખૂબ ગરીબ પરિવારમાંથી આવું છું અને મારા પિતાએ સમગ્ર જિંદગી ઓટો ચલાવી છે. આ લીગથી મારી જિંદગી બદલાઈ ગઈ છે. ચેતનને રાજસ્થાન રોયલ્સે એક કરોડ વીસ લાખમાં ખરીદ્યો છે.
વૃદ્ધોને તાવ ન આવે તો પણ હોઈ શકે છે કોરોના, જાણો કેવી રીતે પડે છે ખબર ?