IPL 2022: કે.એલ રાહુલ અને ક્વિંટન ડિ કોક કરશે ઓપનિંગ, જાણો લખનઉ સુપર જાયંટ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન
લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ 28 માર્ચે ગુજરાત ટાઇટન્સ સામે ટૂર્નામેન્ટમાં તેમની પ્રથમ મેચ રમશે. આ મેચ પહેલાં જાણો લખનૌની પ્લેઈંગ ઈલેવન ટીમ કેવી હોઈ શકે છે.
Lucknow Super Giants Playing 11: ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે 26 માર્ચે રમાશે. બીજી તરફ, લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ 28 માર્ચે ગુજરાત ટાઇટન્સ સામે ટૂર્નામેન્ટમાં તેમની પ્રથમ મેચ રમશે. આ મેચ પહેલાં જાણો લખનૌની પ્લેઈંગ ઈલેવન ટીમ કેવી હોઈ શકે છે.
KL રાહુલ અને ક્વિન્ટન ડી કોક IPL 2022માં લખનૌ સુપર જાયન્ટ્સ માટે ઇનિંગ્સની શરૂઆત કરશે. સાથે જ ત્રીજા નંબર પર મનીષ પાંડેને રમશે તે પણ નક્કી છે. ડિકોક અગાઉ મુંબઈ ઈન્ડિયન્સ અને મનીષ પાંડે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ તરફથી રમતા હતા.
આ મિડલ ઓર્ડર હશેઃ
માર્કસ સ્ટોઇનિસ, દીપક હુડ્ડા, કૃણાલ પંડ્યા અને જેસન હોલ્ડર જેવા ઓલરાઉન્ડર મિડલ ઓર્ડરમાં જોવા મળશે. સ્ટોઇનિસને હરાજી પહેલાં લખનૌએ ખરીદ્યો હતો. તે ચોથા નંબર પર બેટિંગ કરશે. બીજી તરફ, કૃણાલ પંડ્યા, જેસન હોલ્ડર અને દીપક હુડ્ડા ફિનિશરની ભૂમિકામાં જોવા મળશે.
ખૂબ જ મજબૂત છે બોલિંગઃ
બોલિંગ વિભાગની વાત કરીએ તો, રવિ બિશ્નોઈ, કે ગૌતમ અને કૃણાલ પંડ્યા સ્પિન વિભાગ સંભાળશે. બીજી તરફ ફાસ્ટ બોલિંગનો ભાર અવેશ ખાન, માર્ક વુડ અને જેસન હોલ્ડરના ખભા પર રહેશે તેવી અપેક્ષા છે. અવેશ ખાનને લખનૌએ હરાજીમાં 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને વુડને રૂ. 7.50 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો.
લખનઉ સુપર જાયન્ટ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન - ક્વિન્ટન ડી કોક (wk), KL રાહુલ (c), મનીષ પાંડે, માર્કસ સ્ટોઇનિસ, દીપક હુડા, કૃણાલ પંડ્યા, જેસન હોલ્ડર, કૃષ્ણપ્પા ગૌતમ, માર્ક વુડ, અવેશ ખાન અને રવિ બિશ્નોઈ.
આ પણ વાંચોઃ