IPL Auction 2022: આ રહ્યા આઈપીએલના સૌથી મોંઘા ખેલાડીઓ, એક ગુજરાતી પણ છે લિસ્ટમાં
IPL Auction 2022: આ વખતે ગુજરાત ટાઈટન્સ, લખનઉ સુપર જાયન્ટ્સ સહિત 10 ફ્રેન્ચાઇઝીએ ભાગ લીધો. બે દિવસ દરમિયાન ભારતીય સહિત વિદેશી ખેલાડીઓ પર ધનવર્ષા થઈ.
IPL Auction 2022 Updates: બેંગ્લુરુમાં ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની હરાજી થઈ. આ વખતે ગુજરાત ટાઈટન્સ, લખનઉ સુપર જાયન્ટ્સ સહિત 10 ફ્રેન્ચાઇઝીએ ભાગ લીધો. બે દિવસ દરમિયાન ભારતીય સહિત વિદેશી ખેલાડીઓ પર ધનવર્ષા થઈ.
આ રહ્યું સૌથી મોંઘા ખેલાડીઓનું લિસ્ટ
ઈશાન કિશનઃ મુંબઈ ઈન્ડિયન્સનો આ બેટ્સમેન આઈપીએલ હરાજીમાં અત્યાર સુધીનો સૌથી બીજો મોંઘો ભારતીય ખેલાડી બન્યો છે. આઈપીએલ 2022માં મુંબઈ ઈન્ડિયન્સે તેને 15.25 કરોડમાં ખરીદ્યો છે. આઈપીએલના ઇતિહાસમાં યુવરાજ સિંહ સૌથી મોંઘો ભારતીય ખેલાડી છે.
દીપક ચહરઃ ગત સીઝનમાં ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમતાં દીપક ચહરને આ વખતે સીએસકેએ 14 કરોડમાં કરારબદ્ધ કર્યો છે. તે આઈપીએલ 2022નો બીજો સૌથી મોંઘો ખેલાડી છે.
શ્રેયસ અય્યરઃ વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી ત્રીજી વન ડેમાં 80 રનની ઈનિંગ રમનાર શ્રેયસ અય્યરને કોલકાતા નાઇટ રાઇડર્સે 12.25 કરોડમાં ખરીદ્યો છે. તે હરાજીમાં મોંઘો વેચાયેલો ત્રીજો ખેલાડી છે.
લિયામ લિવિંગસ્ટોનઃ આઈપીએલ હરાજીના બીજા દિવસે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનને ખરીદવા ટીમો વચ્ચે જંગ જામ્યો હતો. પંજાબ કિંગ્સે આ તોફાની બેટ્સમેનને 11.50 કરોડમાં ખરીદ્યો હતો. તે આઈપીએલ હરાજીમાં સૌથી મોંઘો ચોથો ખેલાડી છે. લિયામ લિવિંગસ્ટોન અગાઉ IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી પણ રમી ચૂક્યો છે. લિવિંગસ્ટોન અગાઉ બેન સ્ટોક્સ IPLમાં ખરીદાયેલો સૌથી મોંઘો ઈંગ્લિશ ખેલાડી છે.
શાર્દુલ ઠાકુરઃ લોર્ડ શાર્દુલના નામે ઓળખાતો આ ઓલરાઉન્ડર ગત વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતો હતો. આ વખતે તેને દિલ્હી કેપિટલ્સે 10.75 કરોડમાં કરારબદ્ધ કર્યો છે. તે બોલિંગની સાથે શાનદાર બેટિંગ પણ કરે છે. શાર્દુલ આઈપીએલનો સૌથી મોંઘો પાંચમો ખેલાડી છે.
હર્ષલ પટેલઃ સાણંદના હર્ષલ પટેલને ટીમમાં લેવા રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ 10.75 કરોડ ખર્ચ્યા હતા. આઈપીએલ 2021માં પણ તે આરસીબી તરફથી રમ્યો હતો. ગત સીઝનમાં તેણે હેટ્રિક લીધી હતી અને સૌથી વધારે વિકેટ લેનારો બોલર બન્યો હતો. આઈપીએલ 2022માં સૌથી મોંઘા વેચાયેલા ખેલાડીમાં તે છઠ્ઠા ક્રમે છે.