(Source: ECI/ABP News/ABP Majha)
IPL Auction 2022: ભાવનગરના ચેતન સાકરિયાને 4.20 કરોડમાં કઈ ટીમે કરારબદ્ધ કર્યો ? જાણો વિગત
IPL Players Auction 2022: IPL 2022 ના મેગા ઓક્શનના બીજા દિવસે અનેક ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો છે, જ્યારે અમુક ખેલાડીને ખરીદવામાં કોઈએ રસ દાખવ્યો નથી.
IPL Auction 2022: આઈપીએલ 2022 હરાજીનો આજે બીજો દિવસ છે. IPL 2022 ના મેગા ઓક્શનના બીજા દિવસે અનેક ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો છે, જ્યારે અમુક ખેલાડીને ખરીદવામાં કોઈએ રસ દાખવ્યો નથી. પ્રથમ દિવસે 10 ટીમોએ મળીને 74 ખેલાડીઓને ખરીદ્યા. જેમાં 20 વિદેશી ખેલાડી પણ સામેલ છે. 23 ખેલાડીઓને કોઈ ખરીદદાર મળ્યા નહોતા. પ્રથમ દિવસે તમામ ટીમોએ મળીને 388 કરોડ 10 લાખ રૂપિયા ખર્ચ કર્યા.
ભાવનગરના વરતેજ ગામના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાને દિલ્હી કેપિટલ્સે 4.20 કરોડમાં કરારબદ્ધ કર્યો છે. 2021માં ચેતન સાકરિયાને આરસીબીએ 1.2 કરોડમાં ખરીદ્યો હતો. તેણ ગત સીઝનમાં 14 મેચમાં 14 વિકેટ લઈને સૌને પ્રભાવિત કર્યા હતા. જે બાદ તેનો શ્રીલંકા સામે વન ડે અને ટી20 શ્રેણીમાં સમાવેશ કરાયો હતો. તેણે એક વન ડેમાં બે અને બે ટી20માં એક વિકેટ લીધી છે.
બીજા દિવસે આ ખેલાડીઓને ન મળ્યા કોઈ ખરીદદાર
- માર્નસ લાબુશેન
- ઈઓન મોર્ગન
- સૌરભ તિવારી
- એરોન ફિંચ
- ચેતેશ્વર પુજારા
- જેમ્સ નિશાન
- ઈશાંત શર્મા
- ક્રિસ જોર્ડન
- લુંગી એનગિડી
- શેડ્રોલ કોટ્રેલ
IPLમાં ઓકશનમાં બીજા દિવસે ઇગ્લેન્ડનો બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો લિયામ લિવિંગસ્ટોન
IPL 2022 ના મેગા ઓક્શનના બીજા દિવસે અનેક ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો છે. મેગા ઓક્શનના બીજા દિવસે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનને ખરીદવા ટીમો વચ્ચે જંગ જામ્યો હતો. તેને ખરીદવા માટે કોલકાતા નાઈટ રાઈડર્સ, પંજાબ કિંગ્સ, ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી હતી. જો કે અંતે પંજાબ કિંગ્સે આ તોફાની બેટ્સમેનને 11.50 કરોડમાં ખરીદ્યો હતો. લિયામ લિવિંગસ્ટોન અગાઉ IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી પણ રમી ચૂક્યો છે. લિવિંગસ્ટોન અગાઉ બેન સ્ટોક્સ IPLમાં ખરીદાયેલો સૌથી મોંઘો ઈંગ્લિશ ખેલાડી છે.