IPL 2023 Auction Viewership: આઈપીએલ ઓક્શન 2023 માં વ્યૂઅરશિપનો નવો રેકોર્ડ બન્યો, 50 મિલિયન ફેન્સે જોયુ લાઈવ બ્રોડકાસ્ટ
ક્રિકેટ ચાહકોએ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર IPL ઓક્શનનું જીવંત પ્રસારણ જોયું. જ્યારે Jio સિનેમા પર ચાહકોએ લાઈવ સ્ટ્રીમિંગની મજા માણી હતી.
IPL 2023 Auction Viewership Record: આઇપીએલ હરાજી 2023 નું આયોજન 23 ડિસેમ્બરે કોચીમાં કરવામાં આવ્યું હતું. આ હરાજીમાં સેમ કરન, કેમરુન ગ્રીન અને બેન સ્ટોક્સ જોવા મળ્યા હતા. ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર સેમ કરન IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. સેમ કરનને પંજાબ કિંગ્સે 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરુન ગ્રીનને 17.50 કરોડમાં જોડ્યો હતો. આ સિવાય બેન સ્ટોક્સ, નિકોલસ પૂરન અને હેરી બ્રુક જેવા ખેલાડીઓને પણ મોટી રકમ મળી છે.
સ્ટાર સ્પોર્ટ્સ પર 50 મિલિયન લોકોએ લાઈવ પ્રસારણ જોયું
IPLની હરાજી દરમિયાન ટીમો સિવાય ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો હતો. ક્રિકેટ ચાહકોએ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર IPL ઓક્શનનું જીવંત પ્રસારણ જોયું. જ્યારે Jio સિનેમા પર ચાહકોએ લાઈવ સ્ટ્રીમિંગની મજા માણી હતી. સ્ટાર સ્પોર્ટ્સ અનુસાર, IPL ની હરાજી 2023 માં IPL મેગા ઓક્શન 2022 કરતા લગભગ 35 ટકા વધુ ચાહકો જોવા મળ્યા. સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લગભગ 50 મિલિયન લોકોએ આઈપીએલની હરાજી લાઈવ જોઈ, જે એક નવો રેકોર્ડ છે.
હરાજીમાં આ ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો હતો
IPL 2023ની હરાજીમાં સેમ કરન સિવાય કેમરુન ગ્રીન, બેન સ્ટોક્સ અને નિકોલસ પૂરન જેવા ખેલાડીઓ પર રુપિયાનો વરસાદ થયો હતો. ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કરનને પંજાબ કિંગ્સે 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે કેમેરુન ગ્રીનને મુંબઈ ઈન્ડિયન્સે 17.50 કરોડમાં જોડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 23 ડિસેમ્બરે કોચીમાં IPL ઓક્શન 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. તે જ સમયે, IPL 2023 1 એપ્રિલથી શરૂ થશે. ચાહકોમાં આઈપીએલને લઈને ખૂબ જ જોરદાર ઉત્સાહ છે. આઈપીએલમાં આ વર્ષે ઘણા નવા ખેલાડીઓ પણ જોવા મળશે.
આઇપીએલ હરાજી 2023 નું આયોજન 23 ડિસેમ્બરે કોચીમાં કરવામાં આવ્યું હતું. આ હરાજીમાં સેમ કરન, કેમરુન ગ્રીન અને બેન સ્ટોક્સ જોવા મળ્યા હતા. ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર સેમ કરન IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. સેમ કરનને પંજાબ કિંગ્સે 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
સૈમ કરનની આઈપીએલ કારકિર્દી
સૈમ કરન 2019માં આઈપીએલમાં પ્રવેશ્યો હતો. આ વર્ષે તે પંજાબ કિંગ્સ તરફથી રમ્યો હતો. આ સિઝન તેના માટે સારી રહી ન હતી અને તેણે 9 મેચમાં 95 રન બનાવ્યા હતા. બીજા વર્ષે ફ્રેન્ચાઇઝીએ તેને રિલીઝ કર્યો હતો. વર્ષ 2020ની હરાજીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે તેને 5.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો અને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. IPL 2020 માં, તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 14 મેચમાં 186 રન બનાવ્યા. આ પછી 2021 માં તેણે CSK માટે 9 મેચમાં 56 રન બનાવ્યા. સૈમ કરને IPL 2022માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. જે બાદ CSKએ તેને છોડી દીધો. સૈમ કરને આઈપીએલમાં અત્યાર સુધી 32 મેચમાં 337 રન બનાવ્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તેના નામે 2 અડધી સદી પણ છે.