IPL 2023: અભિનેત્રી અને મોડલને ઈલુ-ઈલુ કરી રહ્યાં છે IPLના આ 7 ક્રિકેટર્સ
Cricket News: શુભમન ગિલની વાત કરવામાં આવે તો તે બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાનને ડેટ કરી રહ્યો છે. જોકે હજી સુધી ગિલ કે સારામાં કોઈ પણ મગનું નામ મરી પાડવા તૈયાર નથી.
![IPL 2023: અભિનેત્રી અને મોડલને ઈલુ-ઈલુ કરી રહ્યાં છે IPLના આ 7 ક્રિકેટર્સ IPL 2023 From Shubman Gill to Rishabh Pant, Check 7 IPL Stars Dating Bollywood Actress and Models IPL 2023: અભિનેત્રી અને મોડલને ઈલુ-ઈલુ કરી રહ્યાં છે IPLના આ 7 ક્રિકેટર્સ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/13/0e527424d6cf3454114380695eec67ee1665656829277582_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Cricketers Affairs : ભારતીય ક્રિકેટ અને બોલિવૂડનો વર્ષો જુનો નાતો છે. ભુતકાળમાં અનેક ક્રિકેટર્સ અને બોલિવૂડ હસીનાઓ વચ્ચે અફેર્સ રહી ચુક્યા છે. તેવી જ રીતે વર્તમાનમાં પણ સુભમન ગિલ સહિત અનેક યુવા ખેલાડીઓના નામબોલિવૂડ અભિનેત્રીઓ સાથે જોડાયા છે.
શુભમન ગિલની વાત કરવામાં આવે તો તે બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાનને ડેટ કરી રહ્યો છે. જોકે હજી સુધી ગિલ કે સારામાં કોઈ પણ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. તો ટીમ ઈન્ડિયાના ઓપનર કે એલ રાહુલ અને વિકેટ કિપર ઋષભ પંતનું નામ પણ બોલિવૂડ લલનાઓ સાથે જોડાઈ રહ્યા છે.
શુભમન ગિલ અને સારા અલી ખાન
ગીક અને સારાના ડેટીંગની વાતો સતત ચર્ચાનો વિષય બન્યો છે.તાજેતરમાં જ એક પંજાબી ચેટ શો પર ગિલને એક સવાલ પુછવામાં આવ્યા છે. તેને સારાનું નામ તો જરૂર લીધું હતું પણ ડેટની વાતનો ગોળગોળ વાતો કરી હતી. જોકે ગિલે ઈશારા ઈશારામાં તેનો જવાબ આપ્યો હતો.
ઋષભ પંત અને ઈશા નેગી
ઋષભ પંત હંમેશા પોતાના સંબંધોને લઈને બિંદાસ્ત રહે છે. તેણે ક્યારેય પોતાની રિલેશનશીપ છુપાવી નથી. અભિનેત્રી ઉર્વશી રાઉતેલા સાથે બ્રેકઅપ થયા બાદ તેણે 2019માં ઈશા નેગી સાથે પોતાના સંબંધોનો ખુલાસો કર્યો હતો. ઈશાએ કારકિર્દીની શરૂઆત મોડલ તરીકે કરી હતી. પણ હાલ તે ઈન્ટીરિયર ડિઝાઈનર છે.
કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી
રાહુલ અને આથિયા વચ્ચેના સંબંધોની વાતો 2019થી ચાલી રહી છે. પરંતુ લાંબા સમય સુધી બંનેએ પોતાના સંબંધોછુપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે હાલ તેઓ બંને પોતાના સંબંધોનો સ્વિકાર કર્યો છે. ટુંક સમયમાં જ બંને લગ્નના તાંતણે બંધાવવા જઈ રહ્યાં છે. આથિયા બોલિવૂડ સુપરસ્ટાર સુનીલ શેટ્ટીની દિકરી છે.
ઈશાન કિશન અને અદિતિ હુંડિયા
ઈશાન કિશન અને અદિતિ છેલ્લા ત્રણ વર્ષ કરતા વધારે સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. અદિતિ મોડ છે અને તેણે 2017માં ફેમિના મિસ ઈંડિયા રાજસ્થાની ટ્રોફી જીતી હતી. તે મોડેલિંગની દુનિયામાં કાઠુ કાઢી રહી છે. હાલ અદિતી પોતાના પાર્ટનરને ચિયર કરવા ન્યૂઝીલેન્ડમાં છે.
પૃથ્વી શૉ અને પ્રાચી સિંહ
પૃથ્વી શૉનીગર્લફ્રેન્ડ પ્રાચી મોડલ અને ટીવી અભિનેત્રી છે. પ્રાચી કલર્સના જાણીતા શો ઉડાનમાં કામ કરી ચુકી છે. બંનેએ ક્યારેય પોતાના સંબંધોને લઈનેખુલીને વાત નથી કરી પણ તેનો ઈનકાર પણ નથી કર્યો. સોશિયલ મીડિયાની વાતચીતથી અંદાજ લગાવી શકાય છે કે, બંને એકબીજાની નજીક આવી રહ્યાં છે.
ઋતુરાજ ગાયકવાડ અને સયાલી સંજીવ
ઋતુરાજ ગાયકવાડ વાવાઝોડાની માફક રન બનાવી ચર્ચામાં છે. તેને ભારતીય ટીમનું ભવિષ્ય માનવામાં આવે છે. પરંતુ તે મેદાન બહાર પણ સફળતાના શિખરો હાંસલ કરી રહ્યો છે. અનેક અહેવાલમાં દાવોકરવામાં આવી રહ્યો છે કે, ઋતુરાજ મરાષી અભિનેત્રી સયાલી સંજીવને ઘણા સમયથી ડેટ કરી રહ્યો છે.
વેંકટેશ અય્યર અને પ્રિયંકા જવાલકર
કેકેઆરના ઓલરાઉંડર વેંકટેશ અય્યર અને તેલુગૂ સિનેમાની અભિનેત્રી પ્રિયંકા જવાલકર વચ્ચે ખીચડી રંધાઈ રહી છે. બંને પોતાના સંબંધોને લઈને મગનું નામ મરી નથી પાડી રહ્યા. પરંતુ સોશિયલ મીડિયા રિપોર્ટ્સ આ તરફ અંગુલી નિર્દેશ કરી રહ્યાં છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)