શોધખોળ કરો

IPL 2023: IPL અગાઉ અનેક ટીમોને લાગ્યો મોટો ઝટકો, શરૂઆતની કેટલીક મેચ નહી રમે સાઉથ આફ્રિકાના ખેલાડીઓ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆતની કેટલીક મેચમાં દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ જોવા મળશે નહીં.

South African players set to miss Opening Matches: ઈન્ડિયન પ્રીમિયર લીગ 31મી માર્ચથી શરૂ થઈ રહી છે. આ લીગ માટે તમામ ટીમો જોરદાર તૈયારી કરી રહી છે. ક્રિકેટની આ સૌથી મોટી લીગ પહેલા ઘણી ટીમોને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IPL માટે પસંદ કરાયેલા દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ પ્રારંભિક મેચોમાં રમતા જોવા મળશે નહીં.

ઓપનિંગ મેચમાં આફ્રિકાના ખેલાડીઓ જોવા મળશે નહીં

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆતની કેટલીક મેચમાં દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ જોવા મળશે નહીં. વાસ્તવમાં, આફ્રિકન ટીમને માર્ચના અંતમાં નેધરલેન્ડ સાથે વનડે શ્રેણી રમવાની છે. ટીમ માટે આ સીરિઝ ઘણી મહત્વની છે. દક્ષિણ આફ્રિકાની ટીમને ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ માટે સીધા ક્વોલિફાય થવા માટે નેધરલેન્ડને હરાવવું પડશે. આવી સ્થિતિમાં, દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડ આ શ્રેણીમાં ટીમના ટોચના ખેલાડીઓને રમાડવા માંગે છે.

નોંધનીય છે કે નેધરલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ શ્રેણી 31 માર્ચથી 2 એપ્રિલ સુધી શરૂ થશે. દક્ષિણ આફ્રિકન ક્રિકેટ બોર્ડે પણ IPLમાં પ્રારંભિક કેટલીક મેચમાં આફ્રિકન ખેલાડીની ગેરહાજરી અંગે BCCIને જાણ કરી છે. નોંધપાત્ર રીતે, સનરાઇઝર્સ હૈદરાબાદને આના કારણે સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે. વાસ્તવમાં, ટીમનો કેપ્ટન એડન માર્કરામ છે. તેમના સિવાય હેનિક ક્લાસેન અને માર્કો જેન્સેન જેવા સ્ટાર ખેલાડીઓ ટીમમાં સામેલ છે. આવી સ્થિતિમાં તેની ગેરહાજરી ટીમ માટે મોટું નુકસાન બની શકે છે.

 કઈ ટીમોને નુકસાન થશે

સનરાઈઝર્સ હૈદરાબાદ (માર્કરામ, હેનરિક ક્લાસેન, માર્કો જેન્સન), દિલ્હી કેપિટલ્સ (નોર્ટજે, લુંગી એનગીડી), ગુજરાત ટાઇટન્સ (મિલર), લખનઉ સુપર જાયન્ટ્સ (ક્વિન્ટન ડી કોક), પંજાબ કિંગ્સ (રબાડા) પાસે દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ છે.

KKR New Captain, IPL 2023: KKRને મળ્યો નવો કેપ્ટન, અય્યરનું સ્થાન લેશે આ બેટ્સમેન 

કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલની 16મી સીઝન માટે નવા કેપ્ટનની જાહેરાત કરી છે. સ્ટાર બેટ્સમેન નીતિશ રાણા IPLની 16મી સીઝનમાં KKRની કમાન સંભાળતા જોવા મળશે. શ્રેયસ અય્યરના સ્થાને  નીતિશ રાણાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઈજાના કારણે અય્યર IPLની 16મી સિઝનનો ભાગ બની શકશે નહીં.

નીતિશ રાણા 2018 થી KKR સાથે જોડાયેલા છે. જો કે અગાઉ KKRના નવા કેપ્ટન તરીકે શાર્દુલ ઠાકુર, નરેન અને રસેલના નામ પણ સામે આવી રહ્યા હતા. પરંતુ ફ્રેન્ચાઇઝીએ ભારતીય બેટ્સમેનમાં વિશ્વાસ વ્યક્ત કરતા તેને કેપ્ટનશિપની જવાબદારી સોંપી છે. આ પહેલીવાર હશે જ્યારે રાણા IPLમાં કોઈ ટીમની આગેવાની કરતો જોવા મળશે.

આઈપીએલમાં રાણાનો બેટ્સમેન તરીકેનો રેકોર્ડ ઘણો સારો રહ્યો છે. નીતિશ રાણાએ 2016માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ડેબ્યૂ કર્યું હતું. પોતાની બીજી સિઝનમાં જ રાણાએ 300થી વધુ રન બનાવીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. જો કે, 2018ની મેગા ઓક્શન પહેલા KKRએ નીતિશ રાણાને સાઈન કર્યા હતા. ત્યારથી, રાણાએ ફ્રેન્ચાઇઝી માટે પાંચ સીઝન રમી છે.  બેટ્સમેન નીતિશ રાણા IPLની 16મી સીઝનમાં KKRની કમાન સંભાળતા જોવા મળશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget