Watch: આ મહિલા ફેનનો રોહિત શર્મા પ્રત્યેનો પ્રેમ જોઈ તમે ગદગદીત થઈ જશો,પગે લાગી આપી ખાસ ગિફ્ટ
IPL 2024: ભારતમાં ક્રિકેટ ચાહકો તેમના મનપસંદ ક્રિકેટરને મળવા માટે કોઈપણ મર્યાદા ઓળંગી શકે છે. હવે IPL 2024માં રવિવારે યોજાનારી મુંબઈ ઈન્ડિયન્સ વિ દિલ્હી કેપિટલ્સ મેચ પહેલા આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે.
IPL 2024: ભારતમાં ક્રિકેટ ચાહકો તેમના મનપસંદ ક્રિકેટરને મળવા માટે કોઈપણ મર્યાદા ઓળંગી શકે છે. હવે IPL 2024માં રવિવારે યોજાનારી મુંબઈ ઈન્ડિયન્સ વિ દિલ્હી કેપિટલ્સ મેચ પહેલા આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. વાનખેડે સ્ટેડિયમમાં એક મહિલા પ્રશંસક રોહિત શર્મા પાસે આવી અને તેના પગ સ્પર્શ કર્યા બાદ તેનો ઓટોગ્રાફ માંગ્યો. રોહિતનો મજાકીયા અંદાજ તેને ક્રિકેટ અને બહારની દુનિયામાં ચાહકોના સૌથી પ્રિય ક્રિકેટરોમાંથી એક બનાવે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં રોહિત શર્મા ત્યારે ચોંકી ગયો જ્યારે એક મહિલા ફેને તેમના પગ સ્પર્શ કર્યા.
A fan meets Rohit Sharma & touches his feet at the Wankhede stadium. 💥 pic.twitter.com/LsWwFUCbRg
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 6, 2024
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં ઓટોગ્રાફ આપ્યા બાદ રોહિતે મહિલાનો ફોટોગ્રાફ ક્લિક કરાવીને દિવસને યાદગાર બનાવી દીધો હતો. આઈપીએલ 2024માં આ પહેલીવાર નથી જ્યારે રોહિત શર્મા તેના ચાહકોના કારણે સમાચારમાં આવ્યો હોય. MI vs RR મેચમાં એક ફેન રોહિતને મળવા મેદાનમાં દોડી આવ્યો હતો. તે જ મેચમાં દર્શકોએ મરાઠીમાં 'મુંબઈ ચા રાજા'ના નારા લગાવ્યા હતા.
રોહિતના ચાહકો કેટલી હદે જઈ શકે છે તેનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે જ્યારે રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન્સી સોંપવામાં આવી હતી, ત્યારે MI ફ્રેન્ચાઇઝીએ થોડા કલાકોમાં X પર 4 લાખથી વધુ ફોલોઅર્સ ગુમાવ્યા હતા. મુંબઈની મેચો દરમિયાન ઘણી વખત હાર્દિક વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. વેલ, સુકાની પદ પરથી હટાવ્યા બાદ રોહિત કોઈ મોટી ઈનિંગ્સ રમી શક્યો નથી, પરંતુ તેની બેટિંગમાં આક્રમકતા ચોક્કસ જોવા મળી છે. અત્યાર સુધી તેણે 3 મેચમાં 164.29ના આશ્ચર્યજનક સ્ટ્રાઈક રેટથી 69 રન બનાવ્યા છે.
મુંબઈ ઈન્ડિયન્સ IPL 2024ની શરૂઆત પહેલા જ ચર્ચાનો વિષય બની ગઈ છે. રોહિત શર્માને સુકાનીપદેથી હટાવવાના સમાચાર, હાર્દિકને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો અને હવે ટીમમાં રોહિતના નિર્ણયોનું સન્માન ન થવાના સમાચાર MI ફ્રેન્ચાઈઝીનું ભવિષ્ય કહેવા લાગ્યા છે. તાજેતરના કેટલાક અહેવાલો અનુસાર, રોહિત શર્મા હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપથી બિલકુલ ખુશ નથી, તેથી IPL 2024 ના અંતે તેણે મુંબઈ ઇન્ડિયન્સ છોડવાની અફવાઓ વેગ પકડવાનું શરૂ કર્યું છે. હવે રોહિત શર્મા સિવાય જસપ્રીત બુમરાહ અને સૂર્યકુમાર યાદવના નામ પણ આ લિસ્ટમાં દેખાઈ રહ્યા છે, જેઓ સિઝનના અંત પછી MI ફ્રેન્ચાઈઝી છોડી શકે છે.