શોધખોળ કરો

IPL 2024મા ગુજરાત ટાઈટન્સમાં થઈ શકે છે સરફરાઝ ખાનની એન્ટ્રી, આ ખેલાડીની લઈ શકે છે જગ્યા

IPL 2024, Sarfaraz Khan:  ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનનું બ્યુગલ વાગી ગયું છે. IPLની 17મી સિઝન 22 માર્ચ 2024થી રમાશે. આ પહેલા ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડર બેટ્સમેન સરફરાઝ ખાનના ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે.

IPL 2024, Sarfaraz Khan:  ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનનું બ્યુગલ વાગી ગયું છે. IPLની 17મી સિઝન 22 માર્ચ 2024થી રમાશે. આ પહેલા ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડર બેટ્સમેન સરફરાઝ ખાનના ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં, હરાજીમાં અનસોલ્ડ રહી ગયેલા સરફરાઝ IPL 2024માં રમતો જોવા મળી શકે છે.

તમને જણાવી દઈએ કે સરફરાઝને હરાજીમાં કોઈ ખરીદદાર મળ્યો ન હતો. IPL 2024 ની હરાજી ગયા વર્ષે ડિસેમ્બરમાં થઈ હતી. ત્યારે અનકેપ્ડ ખેલાડીઓની યાદીમાં સામેલ સરફરાઝ વેચાયા વગરનો રહ્યો. જો કે હવે સરફરાઝે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું છે. આવી સ્થિતિમાં તેને કેપ્ડ ખેલાડીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. હવે સમાચાર આવી રહ્યા છે કે તે IPL 2024માં પણ રમતો જોવા મળી શકે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરફરાઝ ખાનને ગુજરાત ટાઇટન્સ તરફથી કોલ આવી શકે છે. વાસ્તવમાં, ગુજરાતનો અનકેપ્ડ ખેલાડી રોબિન મિન્ઝ બાઇક અકસ્માતમાં ઈજાગ્રસ્ત થતાં આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. આવી સ્થિતિમાં સમાચાર આવી રહ્યા છે કે સરફરાઝ ખાન તેના સ્થાને ગુજરાતની ટીમમાં સામેલ થઈ શકે છે. ગુજરાતે રોબિનને રૂ. 3.60 કરોડમાં ખરીદ્યો હતો.

સરફરાઝ આઈપીએલમાં રમવા માટે બેતાબ છે

નોંધનીય છે કે હરાજીમાં વેચાયા વગરના રહી ગયેલા સરફરાઝ ખાન આઈપીએલમાં રમવા માટે બેતાબ છે. 26 વર્ષના સરફરાઝે પણ IPLમાં પ્રવેશવાની આશા છોડી નથી. હાલમાં જ સરફરાઝ ખાને ઈન્ડિયા ટુડે કોન્ક્લેવમાં કહ્યું હતું કે આઈપીએલની સીઝન ઘણી લાંબી છે. ભલે હું અત્યારે IPLનો ભાગ નથી, પરંતુ જો ક્યારેય ફોન આવે તો અબ્બુએ તેના માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. મારે ઘરે પહોંચતાની સાથે જ પ્રેક્ટિસ શરૂ કરવી પડશે. આઈપીએલની તૈયારીઓ સાથે લાલ બોલ ક્રિકેટને પણ સાથે લઈને ચાલવાનું છે.

રોબિન મિન્ઝને 3 કરોડ 60 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો

IPL 2024ની હરાજી દરમિયાન ગુજરાત ટાઇટન્સે રોબિન મિન્ઝને 3 કરોડ 60 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ગુજરાત ઉપરાંત ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સે પણ તેના પર હરાજીમાં બોલી લગાવી હતી. રોબિન મિન્ઝ IPLનો ભાગ બનનાર પ્રથમ આદિવાસી ક્રિકેટર બન્યો પરંતુ આ લીગમાં ડેબ્યૂ કરતા પહેલા જ રોબિન મિન્ઝ સાથે એક મોટી દુર્ઘટના થઈ ગઈ. રોબિન મિન્ઝને બાઇક ચલાવતી વખતે અકસ્માત થયો હતો. રોબિનનું બાઇક અન્ય બાઇક સાથે અથડાયું હતું. ડાબા હાથનો ખેલાડી કાવાસાકી સુપરબાઈક ચલાવી રહ્યો હતો અને સામેથી આવતી બાઇક સાથે અથડામણ એટલી ગંભીર હતી કે તેની બાઇકનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. આ બાઈક અકસ્માતમાં રોબિનને તેના જમણા ઘૂંટણમાં થોડી ઈજા થઈ હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે આ માર્ગ અકસ્માતને કારણે રોબિન મિન્ઝ IPL 2024માં રમી શકશે નહીં. ગુજરાત ટાઇટન્સના મુખ્ય કોચ આશિષ નેહરાએ કહ્યું કે, રોબિન મિન્ઝ માટે આ વર્ષે IPLમાં રમવું મુશ્કેલ છે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે પરંતુ અમે રોબિન મિન્ઝ જેવા ખેલાડીને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?
IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

GST Raid:રાજ્યભરમાં કોચિંગ ક્લાસિસમાં સ્ટેટ GSTના દરોડા | Coaching Classis Raid | Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : સત્યાનાશHun To Bolish : હું તો બોલીશ : 'લક્કી ડ્રો'ના નામે લૂંટSurat News: સુરતના સચિનમાં ધો. 7ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના ઈરાદે છેડતી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?
IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
California Plane Crash: હવે કેલિફોર્નિયામાં પ્લેન ક્રેશ, ઇમારત સાથે ટકરાયું વિમાન, બેનાં મોત
California Plane Crash: હવે કેલિફોર્નિયામાં પ્લેન ક્રેશ, ઇમારત સાથે ટકરાયું વિમાન, બેનાં મોત
Vitamin B12: જો સવારે ઉઠતાની સાથે જ તમારા શરીરમાં આ 5 લક્ષણો જોવા મળી તો હોઈ શકે છે  વિટામીન B12ની ઉણપ
Vitamin B12: જો સવારે ઉઠતાની સાથે જ તમારા શરીરમાં આ 5 લક્ષણો જોવા મળી તો હોઈ શકે છે વિટામીન B12ની ઉણપ
Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
Embed widget